‘ધડક’ જોયા બાદ એક ડોક્ટરે સમીક્ષા માટે શ્રીદેવીના આત્માની માફી માગી

ભોપાલ: જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટરની ફિલ્મ ‘ધડક’એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ૮.૭૧ કરોડનો બિઝનેસ કર્યો. ફિલ્મ સમીક્ષકોએ આ ફિલ્મને ત્રણ રેટિંગ પણ આપ્યું. કેટલાંક સેલિબ્રિટીએ જાહ્નવી અને ઇશાનના કામનાં વખાણ પણ કર્યાં. હવે ફિલ્મ જોયા બાદ પબ્લિકે રિએક્શન આપવાનું શરૂ કરી દીધું છે.

લોકો સોશિયલ મીડિયા પર ફિલ્મ સાથે જોડાયેલો પોતાનો એંગલ પણ શેર કરી રહ્યા છે તેમાં એક નામ ભોપાલના આયુર્વેદિક ડોક્ટર અબ્રાર મુલતાનીનું પણ છે. તેમણે ફિલ્મના એન્ડને હાથ-પગ વગરનો કહ્યો છે.

ડો. અબ્રારે ફેસબુક પર લખ્યું છે કે હોલમાં લોકો ત્યારે હસી રહ્યા હતા જ્યારે ઇશાન ખટ્ટર રડી રહ્યો હતો. ફિલ્મમાં મધુકર-પાર્થવીનું બાળક એક પણ વાર હસતું દેખાયું નથી. તેના પરથી જાણ થાય છે કે ચાઇલ્ડ સાઇકોલોજીની ડિરેક્ટરને સહેજ પણ સમજ નથી. બાવડીને તાલાબ બોલી રહ્યા હતા તેનો અર્થ એ છે કે રાજસ્થાનના કલ્ચરની પણ કોઇ જાણ નથી. રાજસ્થાની ભાષાને જબરદસ્તી થોપવામાં આવી છે, કેમ કે ઉદયપુરમાં આટલું રાજસ્થાની પણ કોઇ બોલતું નથી.

તેનું શિક્ષણ ‘દંગલ’ ફિલ્મ પરથી લઇ શકાય છે. ફિલ્મના ક્લાઇમેક્સમાં ઇશાન અને તેના પુત્રને મારી નાખવામાં આવે છે. આ સમયે પબ્લિક સૌથી વધુ હસે છે, કેમ કે ક્લાઇમેક્સ હાથ-પગ વગરનો થઇ જાય છે. ચિકિત્સાની દૃષ્ટિએ જોઉંં તો મને એ વાત એ પણ સારી લાગી કે બંનેએ ભાગતી વખતે ભરપૂર ઊંઘ લીધી. આટલા તણાવમાં શું ખૂબ જ જરૂરી છે, આ વાત હું બધાંને કહું છું. આ સમક્ષા માટે હું શ્રીદેવીના આત્મા પાસે માફી માગવા ઇચ્છું છું. સોરી મેમ, એક વાર જોઇ લો ભાઇઓ, જેથી હવે ક્યારેય તમે મારી સમીક્ષા પર શક નહીં કરો.

અન્ય ફેસબુક યુઝર તૈયબ પટેલે લખ્યું કે જાહ્નવી કપૂરની ફિલ્મ ‘ધડક’ કદાચ એ લોકોને પસંદ પડે, જેમને મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ અંગે કંઇ પણ જાણ નથી. ‘ધડક’ તેની મૂળ કૃતિ કરતાં ખૂબ જ પાછળ રહી ગઇ છે. સૈરાટનો અર્થ ઝનૂની, જંગલી, અનપઢ અને પગલાયા હુઆ થાય છે. તે જ આ ફિલ્મનો આત્મા હતો. મરાઠીમાં આ પાત્રને અત્યંત સાધારણ ચહેરો ધરાવતી દશમા ધોરણની વિદ્યાર્થિની રિંકુ રાજગુરુએ જીવંત કર્યું હતું. જાહ્નવી કપૂર તેની સામે સાવ ફિક્કી લાગે છે.

divyesh

Recent Posts

શહેરમાં ચેઇન સ્નેચરોનો તરખાટઃ મહિલાઓનાં ગળાની ચેઇન આંચકી ગઠીયા રફુચક્કર

અમદાવાદઃ શહેરમાં ચેઇન સ્નેચરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. વેજલપુર અને શાહીબાગ વિસ્તારમાં ચેઇન સ્નેચરોએ મહિલાનાં ગળામાંથી સોનાની…

7 mins ago

ભિલોડામાં વેપારી પર ફાયરીંગ કરીને ચલાવાઇ લૂંટ, સારવાર દરમ્યાન મોત

અરવલ્લીઃ નવા વર્ષની શરૂઆતમાં રાજ્યમાં લૂંટ ‌વિથ મર્ડરની બીજી ઘટના સામે આવી છે. જેનાં પગલે પોલીસબેડામાં ચર્ચાનો વિષય બની ગયો…

48 mins ago

ચીટર દંપતીનો એજન્ટ દાનસિંહ વાળા પણ પત્ની સાથે ફરાર

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

1 hour ago

કશ્મીર-બદરીનાથમાં ભારે હિમવર્ષા સાથે કાતિલ ઠંડી, રસ્તાઓ બંધ થતાં એલર્ટ જારી

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરનાં ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પણ ભારે હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડવાથી સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનું…

1 hour ago

સુપ્રીમ કોર્ટમાં ચકચાર રાફેલ ડીલ કેસની સુનાવણી શરૂ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ કેસમાં દાખલ થયેલ ચાર જનહિતની અરજી પર આજથી સુનાવણી શરૂ થઇ ગઇ છે. સુપ્રીમ…

2 hours ago

ભારતમાં નવી આર્થિક ક્રાન્તિ સાથે પોસ્ટઓફિસ પણ બની બેંકઃ PM મોદી

સિંગાપોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસનાં પ્રવાસે સિંગાપોર પહોંચી ગયાં છે. આ દરમિયાન તેઓ પૂર્વ એશિયા સંમેલન, આસિયાન-ભારત અનૌપચારિક…

2 hours ago