FIRST LOOK: ‘સંજૂ’ પછી ‘શમશેરા’માં ડાકૂના રૉલમાં જોવા મળશે રણબીર કપૂર

સંજય દત્તની બાયોપિક ફિલ્મ ‘સંજૂ’માં તેના લૂક અને ચાલચલનને કૉપી કર્યા પછી રણબીર કપૂર ટૂંક સમયમાં એક ડાકૂના કેરેક્ટરમાં જોવા મળશે. તેની અપકમિંગ ફિલ્મ ‘શમશેરા’નો ફર્સ્ટ લૂક અને ફર્સ્ટ ટિઝર રિલીઝ થઇ ગયું છે. ટિઝરમાં રણબીર કપૂર સંજૂ બાદ અત્યાર સુધીના સૌથી અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે.

રણબીરની ફિલ્મ ‘શમશેરા’ના નામની સાથે સાથે તેની ટેગાલઇન પણ દમદાર છે. ફિલ્મની પંચલાઇન ફિલ્મની સ્ટોરી વિશે ઘણુંબધુ કહી જાય છે. યશરાજ ફિલ્મના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું ડાયરેક્શન કરણ મલ્હોત્રા કરશે અને પ્રોડ્યુસ આદિત્ય ચોપરાએ કર્યુ છે.

 

રણબીર કપૂર 9 વર્ષ બાદ યશરાજ બેનર સાથે જોડાવા જઇ રહ્યો છે. આ બેનર હેઠળ તેની છેલ્લી ફિલ્મ ‘રોકેટ સિંહ-સેલ્સમેન ઑફ ધ યર’ હતી. આ અંગે રણબીર કપૂરે જણાવ્યું કે, ”ફિલ્મ મેકર કરણ મલ્હોત્રા સંપૂર્ણ રીતે મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવવા જઇ રહ્યા છે અને હું આ ચેલેન્જ માટે તૈયાર છુ.”

 

કરણ મલ્હોત્રા આ પહેલા યશરાજ બેનર હેઠળ ‘અગ્નિપથ’ અને ‘બ્રધર્સ’ જેવી ફિલ્મોને ડિરેક્ટ કરી ચૂક્યા છે. આ ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. ‘શમશેરા’ તેની ત્રીજી ફિલ્મ છે. આ વિશે વાત કરતા કરણે જણાવ્યુ કે, ”’શમશેરા’ ઠીક એવી જ ફિલ્મ છે જેની હું રાહ જોઇ રહ્યો હતો. હિંદી સિનેમા જોઇને મોટો થયો ત્યારે મારા મગજમાં એક છવિ હતી કે હિરો કેવો હોવો જોઇએ? ‘શમશેરા’માં મને તે બધું જ કરવાની છૂટ મળી જેની મેં કલ્પના કરી હતી અને આ પ્રોજેક્ટ માટે હું ખૂબ જ એક્સાઇટેડ છુ.”

You might also like