NSGમાં અસફળતા પણ MTCRમાં ભારતને મહત્વની સફળતા

નવી દિલ્હી : પરમાણુ આપૂર્તિકર્તા સમૂહ (એનએસજી)નાં સભ્ય બનવાનાં દાવા પર સફળતા નહી મળવા છતા ભારત આવતા અઠવાડીયે મિસાઇલ ટેક્નોલોજી કંટ્રોલ રેશી (એમટીસીઆર)નું સભ્ય બનવા જઇ રહ્યું છે. એમટીસીઆર તે ચાર મહત્વપુર્ણ પરમાણું યંત્ર નિકાસ નિયંત્રણ કરનારુ સંગઠન છે જેનું સભ્ય બનવા માટે નવી દિલ્હી પહેલાથી જ ઇચ્છુંક હતું. બીજી તરફ વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું કે સોમવારે ભારત પુર્ણરીતે એમટીસીઆરનું સભ્ય બની જશે.

વિકાસ સ્વરૂપે જણાવ્યું કે એનએસજી અંગે ભારત હાલ ભલે અસફળ રહ્યું હોય. પરંતુ તેનાં પ્રયાસો પણ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે કેટલાક દેશોએ એનએસજીમા પ્રવેશ પ્રક્રિયા મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા પરંતુ એક માત્ર એક જ દેશ જ હતો જે ભારતનાં સભ્યપદનો વિરોધ કરી રહ્યો હતો. એનએસજી અંગે હું તેમ નહી કહું કે અસફળ રહ્યા પરંતુ જેવી આશા હતી તેવું પરિણામ નથી આવ્યું. પરંતુ આ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને આપણે આ અંગે સતત સક્રિય રીતે કામ કરતા રહીશું.

સ્વરૂપે કહ્યું કે હું નથી માનતો કે વૈશ્વિક દેશો ભારત અને પાકિસ્તાનને પરમાણુ અપ્રસાર મુદ્દે એક જ નજરે જોઇ રહ્યા હોય. પરમાણુ અપ્રસારનાં મુદ્દે આપણી વિશ્વસનીયતા જગજાહેર છે. ઉપરાંત આપણો જુનો રેકોર્ડ પણ તે બાબતની સાક્ષી છે. જો કે જ્યાં સુધી અન્ય દેશોની વાત છે તો તેમનાં ટ્રેક રેકોર્ડ અંગે આખુ વિશ્વસ જાણે છે. 2008માં ભારત અમેરિકા વચ્ચે થયેલ પરમાણુ કરાર બાદથી જ ભારત સતત એમટીસીઆરનું સભ્ય બનાવાનાં પ્રયાસો કરી રહ્યું છે.

You might also like