સરકારી દાવા છતાં GST રિટર્ન ફાઈલ કરવામાં હજુ મુશ્કેલી

અમદાવાદ, સોમવાર
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલને ૧૦ મહિના કરતા પણ વધુનો સમય વીતી ચૂક્યો છે. જીએસટી કાઉન્સિલ સહિત રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પોર્ટલની ખામી દૂર કરવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે છતાં વેપારીઓને

હાલ રિટર્ન ભરવામાં હજુ પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.વેપારીઓને જીએસટીઆર-૩-બી સમરી રિટર્ન ફાઇલિંગ કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે.

વેપારીઓના જણાવ્યા પ્રમાણે સિસ્ટમમાં રિટર્નની ડિટેઇલ ‘સેવ’ થતી જ નથી. નોંધનીય છે કે આ અગાઉ સરકારે પોર્ટલમાં ટેક્નિકલ ખામીના કારણે જીએસટીઆર-૩-બી રિટર્નની ફાઇલિંગની તારીખ બે દિવસ વધારી હતી. ૨૦ મેએ રિટર્ન ફાઇલિંગની પૂરી થતી તારીખ વધારીને ૨૨મી મે કરવામાં આવી હતી. તેમ છતાં પણ રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી પડી રહી છે. હવે પેનલ્ટી સાથે જીએસટીઆર-૩-બી રિટર્ન ફાઇલ કરવું પડે છે.

ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જીએસટી પોર્ટલ તથા સોફ્ટવેરની ખામીનો ભોગ છેવટે વેપારીઓએ બનવું પડે છે અને તેના કારણે તેઓને લેટ રિટર્ન ફાઇલ થવાના કારણે પેનલ્ટી ચૂકવવી પડે છે.

ટેક્નિકલ ખામીના કારણે ૨૦ ટકાથી વધુ વેપારીઓ હજુ પણ જીએસટીઆર-૩-બી રિટર્ન ફાઇલ નથી કરી શક્યા અને તેના કારણે વેપારીઓ સહિત ટેક્સ નિષ્ણાતોને પણ તેનો ભોગ બનવું પડે છે.

Janki Banjara

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago