OMG: સ્વિત્ઝરલેન્ડમાં દીપિકા પાદુકોણના બૉયફ્રેન્ડના નામ પર ચાલશે ટ્રેન

આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ ‘ગલી બોય’નું શૂટિંગ પુરું થઈ ચૂક્યું છે. આ સમયે રણવીર સિંહ કામથી બ્રેક લઈને સ્વિત્ઝર્લેન્ડમાં રજાઓનો આનંદ માણી રહ્યો છે.પરંતુ વાત આટલી જ નથી.

રણવીરની લોકપ્રિયતા સ્વિત્ઝર્લેન્ડમાં એટલી વધારે છે કે હવે તેના નામથી ત્યાં એક ટ્રેન પણ ચલાવવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્વિસ ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ ટૂંક સમયમાં ‘રણવીર ઑન ટૂર’ની શરૂઆત કરી રહ્યુ છે. રણવીર સ્વિત્ઝરલેન્ડ ટૂરિઝમનો બ્રાન્ડ એમ્બેસડર પણ છે અને આ સાથે જ તેની સારી એવી ફેન ફૉલોઇંગ પણ છે, તેની ફિલ્મ અહીંયા ખૂબ ચાલે છે.

રણવીર પહેલો એવો બોલિવુડ એક્ટર હશે, જેને આ સન્માન મળી રહ્યુ છે. સ્વિત્ઝરલેન્ડ રણવીરની ફેવરિટ જગ્યા છે, તેણે પોતાના સોશ્યલ મીડિયા પર વીડિયો પણ શૅર કર્યો છે.

 

રણવીરનું કહેવું છે કે આ મારા મનનો દેશ છે. અહીંયાં તમે જેટલી વાર આવો છો, તમને કંઈને કંઈ નવું જોવા મળે છે.

 રણવીર પહેલા પણ કહી ચૂક્યો છે કે સ્વિત્ઝર્લેન્ડમાં વિતાવેલી રજાઓ તેના માટે સૌથી વધારે રિલેક્સિંગ હોય છે.

Juhi Parikh

Recent Posts

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

29 mins ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

44 mins ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

1 hour ago

પંજાબમાં ઘૂસ્યાં જૈશ-એ-મોહમ્મદનાં 7 આતંકીઓ, હાઇ એલર્ટ જારી

ગન પોઇન્ટ પર ઇનોવા કારની લૂંટ બાદ ખુફિયા એજન્સીએ જૈશ-એ-મોહમ્મદનાં સાત આતંકીઓની પંજાબમાં ઘૂસવાની સંભાવના દર્શાવી છે. કાઉન્ટર ઇન્ટેલીજન્સનાં આઇજીએ…

2 hours ago

વિનય શાહની અન્ય ઓડિયો ક્લિપ વાઇરલ, “90 લાખ રૂપિયા જે.કે. ભટ્ટને આપ્યાં છે, એને નહીં છોડું”

અમદાવાદઃ એકનાં ડબલ કરી આપવાની લાલચ આપીને 260 કરોડની છેતરપિંડી કરનાર વિનય શાહ અને સુરેન્દ્ર રાજપૂતની વધુ એક ઓડિયો ક્લિપ…

2 hours ago

આજે ફૂટબોલર રુની ઈંગ્લેન્ડ તરફથી રમશે ‘વિદાય’ મેચ

લંડનઃ ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વેઇન રુની આજે અમેરિકા સામે ફ્રેન્ડલી મેચમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં વાપસી કરશે, જોકે તે રાષ્ટ્રીય…

2 hours ago