Airtel અને idea બાદ હવે વોડાફોને પણ ઘટાડ્યા ઇન્ટરનેટના ભાવ

નવી દિલ્હી: ભારતીય ટેલીકોમ કંપનીઓમાં ડેટા વોર શરૂ છે. માનવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ જિયોના સસ્તા 4G મોબાઇલ ઇન્ટરનેટના લીધે બીજી કંપનીઓ પર પણ ભાવ ઘટાડવાનું દબાણ વધી રહ્યું છે.

એરટેલ ને આઇડિયા બાદ હવે વોડાફોને મોબાઇલ ઇન્ટરનેટના ભાવમાં ઘટાડો કર્યો છે. કંપનીના નવી પ્રમોશનલ ઓફર આપી રહી છે જેમાં પહેલાંની કિંમત પર 67 ટકા વધુ ડેટા મળશે. તેના હેઠળ 2G, 3G અને 4G મોબાઇલ ઇન્ટરનેટ ટેરિફ સામેલ છે. કંપનીના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે ‘3GB 3G/4G ડેટાના 650 રૂપિયા મંથલી ડેટા પેકમાં હવે 5GB સુધીનો ડેટા આપવામાં આવશે.’

આ ઉપરાંત 449 રૂપિયાવાળા 3G/4G પેકમાં 50 ટકા વધુ ડેટા ટેરિફ મળશે. પહેલાં આટલા પૈસામાં 2GB ડેટા મળતો હતો અને હવે 3GB મળશે. સાથે જ 999 રૂપિયાના 3G/4G પેક 50 ટક વધુ એટલે કે 10GB સુધી ડેટા મળશે.

કંપનીનું માનવું છે કે આ નવી ઓફર્સના લીધે તે કસ્ટમર્સને ફાયદો થશે જે પહેલીવાર મોબાઇલ ઇન્ટરનેટ યૂઝ કરી રહ્યાં છે. સસ્તું હોવાના લીધે ઇન્ટરનેટ ચલાવવમાં સરળતા રહેશે.

5 દિવસની વેલિડિટીવાળા 39 રૂપિયાના 2G પેકમાં હવે 225MB ડેટા મળશે. પહેલાં 160MB હતો, એટલે કે 41 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત 1 દિવસવાળા 3G/4G પેકમાં હવે 50MB ડેટા મળશે જ્યારે પહેલાં ફક્ત 30MB જ હતો. તેમાં 67 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કંપનીના અનુસાર કિંમત અલગ અલગ સર્કલમાં બદલાઇ શકે છે.

You might also like