જમ્યા પછી થોડીવાર Walking થી આ બિમારીઓથી મળે છે છૂટકારો

0 15

આજની વ્યસ્ત લાઇફ સ્ટાઇલમાં કોઇને પણ પોતાના સ્વાસ્થ્યની દેખરેખ રાખવા માટે સમય મળતો નથી. આ જીનવશૈલીને લઇને નાની ઉંમરમાં ઘણી ગંભીર બિમારીઓનો ભોગ બની રહ્યાં છે. જેમ કે મોટા પા, ડાયાબિટીસ, કેન્સર, પથરી, અસ્થમા અને હાર્ટ સંબંધી તમામ બિમારીઓનું કારણ બદલાતી જીવનશૈલી છે.

જો તમે રોજ કસરત માટે સમય આપી શકતા નથી તો હેરાન થશો નહીં. તમે લંચ બાદ રોજ માત્ર 15 થી 20 મિનિટ ચાલવાથી આ ગંભીર બિમારીઓથી દૂર રહેશો.

જો તમે જમીને થોડા સમય માટે રોજ ચાલવાથી ક્યારેય મોટાપો આવતો નથી. જમીને તરત બેસી જવાથી કે આરામ કરવાથી શરીરમાં ચરબીના થર જામી જતાં હોય છે અને વજન પણ વધવા લાગે છે. જમીને તરત કામ પર બેસી જવાથી શરીર અને મગજ બંને પર તેનો પ્રભાવ પડે છે.

ઘણી વખત કામ વધારે હોવાની પરિસ્થિતિમાં લોકોને વારંવાર ગુસ્સો આવતો હોય છે. જો રાત્રે જમ્યા બાદ તરત સુવા જતું રહેવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જો શક્ય હોય તો રાત્રીના સુવા જવાના બે કલાક અગાઉ જમવાનું જમી લેવું. જો તમે જમ્યા બાદ 20 મિનીટ જેવું ચાલો છો તો તમને ઊંઘ ઘણી સારી આવે છે.

જમ્યા પછી તરત બેસી જવું, ઊંઘવા જતા રહેવાથી ભોજનનું પાચન થતું નથી. જો તમારી પાચન શક્તિ નબળી હશે તો મોં ની અંદર ચાંદા, કબજિયાત, ઊલ્ટી વગેરી બિમારીઓ થઇ શકે છે. જમ્યા બાદ થોડી વાર ચાલવાની આદત રાખવાથી તમારું શરીર જ નહીં પણ હૃદય પણ ફીટ રહે છે.

જો તમે રોજ અડધો કલાક ચાલવાનું રાખશો તો બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ઠીક રહે છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે જમ્યા પછી થોડી વાર હાથ ઉછળતા ઝડપથી ચાલવાથી ઘણો ફાયદો થાય છે.

loading...

Leave A Reply

Your email address will not be published.