ai dil hai mushkil નહીં થાય રિલીઝ

કરણ જ્હોરની આવનારી ફિલ્મ એ દિલ હે મુશ્કિલની રિલીઝને લઇને પહેલાથી જ વિવાદોમાં છે. હવે તેના રસ્તામાં મોટી સમસ્યા આવી ગઇ છે. આ બાબતે નવા સમાચાર પ્રાપ્ત થયા છે કે સિનેમા ઓનર્સ ઓફ એક્ઝિબિટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા આ ફિલ્મને રિલીઝ કરવાના પક્ષમાં નથી.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, દેશમાં પાકિસ્તાની કલાકારોનો વિરોધ બતાવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. થિયેટર ઓનર્સ એસોસિએશન અને ફિલ્મના નિર્માતા અને નિર્દેશક વચ્ચે થયેલ બેઠક પછી નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાને કામ કર્યું છે જેને લઇને એમએનએસે ફિલ્મ રિલીઝ ના થવાની ધમકી આપી હતી.

કરણ જોહર અત્યારે દરેક પ્રકારની મુશ્કેલીઓથી ઘેરાયેલા છે. જ્યારથી તેમની આવનારી ફિલ્મ ‘એ દિલ હે મુશ્કિલ’ નું ટ્રેલર લોન્ચ થયું છે ત્યારથી તેમની પર અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ સામે આવી રહી છે.

પહેલા કેઆરકે અજયનો વિવાદ જેમાં તેમની પર કેઆરકે રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ ઉરી આતંકી હુમલા પછી ફવાદ ખાનને ફિલ્મમાં લેવા સુધી અને ત્યારબાદ સેન્સર બોર્ડમાં કરણ જોહરની ફિલ્મના કેટલાક ઈંટીમેન્ટ સીન્સ કટ કરી દેવામાં આવ્યા છે.

એક અન્ય ફિલ્મ ‘રઈસ’માં પણ પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને ભૂમિકા કરી છે. રઈસમાં શાહરૂખ ખાન ટાઈટલ ભૂમિકામાં છે. થિયેટરમાલિકો જો એમના નિર્ણયમાં મક્કમ રહેશે તો ‘રઈસ’ની રિલીઝ પણ અટવાઈ શકે છે.

You might also like