VIDEO: અમરેલીમાં યોગી આદિત્યનાથનો સાબુ ફેંકીને કરાયો ભારે વિરોધ

અમરેલીઃ આગામી વિધાનસભાની ચૂંટણીનાં પ્રચાર માટે યૂપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુજરાતનાં પ્રવાસે છે. ત્યારે યોગી આદિત્યનાથે બુધવારે અમરેલીમાં જાહેરસભાને સંબોધી હતી. આ સભામાં એડવોકટ નવચેતન પરમારે સભામાં જયભીમનાં નારા લગાવ્યાં હતાં.

જો કે ત્યાર બાદ યોગી આદિત્યનાથ પર લાઈફબોય સાબુ ફેંકવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, યૂપીમાં દલિતો યોગી આદિત્યનાથને મળવા માટે આવવાનાં હતાં. ત્યારે યોગી આદિત્યનાથે દલિતોને સાબુ અને શેમ્પુ મોકલાવ્યાં હતાં. જેનાં ભાગરૂપે અમરેલીમાં તેમનો વિરોધ કરવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે તારીખ ૬ઠ્ઠી ડીસેમ્બર ૨૦૧૭નાં રોજ અમરેલી મુકામે ભાજપની ચૂંટણીલક્ષી સભા યોજવામાં આવી હતી. ત્યારે તેવામાં ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ચૂંટણી સભામાં યોગીનાં પ્રવચન દરમ્યાન અમરેલીનાં એડવોકેટ નવચેતન પરમારે ચાલુ સભામાં જયભીમનાં નારાથી જયઘોષ કરી સભાને ગજવી મુકી અને લાઈફબોય સાબુ યોગી આદિત્યનાથને દેખાડી તેની સામે ફેંકીને આચારસંહિતા ભંગ કરવા બદલ તલાટી સસ્પેન્ડ જબ્બર પ્રતિરોધ કરી યોગી આદિત્યનાથની સામે લાઈફબોય ફેંક્યો હતો.

જેને લઇ સભામાં હોબાળો મચી જવા પામ્યો હતો. જેનાં કારણે યોગી આદિત્યનાથની સભા જલ્દી આટોપી લેવામાં આવી હતી. ઘટના એવી છે કે યૂપીનાં દલિતો યોગીને મળવા માટે આવવાનાં હતાં. ત્યારે યોગી દ્વારા દલિતોને સાબુ અને શેમ્પુ મોકલવામાં આવ્યાં હતાં અને કહેવામાં આવ્યું હતું કે નાહી ધોઈને આવજો. આવી માનસિક સુઝ ધરાવનાર યોગીનો પ્રતિકાત્મક વિરોધ કરવા માટે યોગી સામે લાઈફબોય ફેંકવામાં આવ્યો છે.

You might also like