આગામી રાષ્ટ્રપતિ બની શકે છે લાલાકૃષ્ણ!

નવી દિલ્હીઃ બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી ભારતના આગામી રાષ્ટ્રપતિ બની શકે છે. બીજેપીએ તેમના નામ પર સહમતિ સાધી છે.  જોકે તેમના નામ અંગે હજી સુધી કોઇ જ સત્તાવાર જાહેરાત થઇ નથી. પરંતુ બીજેપી અડવાણીને આગામી રાષ્ટ્રપતિ બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે.

આગામી વર્ષ રાષ્ટ્રપતિની ચૂંટણી છે.  જે અંગે બીજેપી દ્વારા અત્યારથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બીજેપી કોઇ પણ રીતે અડવાણીને રાષ્ટ્રપતિ બનાવવા માંગે છે. જો કે હજી ચૂંટણીની તારીખ નક્કી થઇ નથી. બીજેપી સૂત્રોનું માનીએ તો અડવાણની નામ પર પાર્ટીના અગ્રીમ નેતાઓએ મોહર મારી દીધી છે. બસ હવે થોડા જ સમયમાં તેમના નામની સત્તવાર જાહેરાત કરવામાં આવશે.

visit: sambhaavmews.com

You might also like