હવે અદિતિને જીજાજી આમિર ખાન સાથે કામ કરવાની ઈચ્છા છે

બોલિવૂડ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી ફિલ્મકાર કિરણ રાવની દૂરની બહેન છે. અાવા સંજોગોમાં તે કિરણના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં કામ કરવા ઇચ્છે છે. તે કહે છે કે કિરણ દિલચસ્પ, નીડર અને બુદ્ધિમાન નિર્દેશક છે. હું એક વ્યક્તિ અને કલાકારના રૂપમાં હંમેશાં તેની પ્રશંસક રહી છું, પરંતુ હું કામ અને પરિવારને અરસપરસ મિક્સ કરતી નથી.

અદિતિ કહે છે કે હું કિરણના પતિ અામિર ખાન સાથે પણ કામ કરવા ઇચ્છીશ. તે કહે છે કે અામિર ખાન જેવા કલાકાર સાથે કામ કરવું કોને ન ગમે, પરંતુ હું એક એવા પરિવારમાંથી અાવું છું, જ્યાં તમે ખુદને સાબિત કરો છો અને તમારો રસ્તો જાતે બનાવો છો. તમારી પસંદગીના લોકો સાથે કામ કરવામાં તમને ખૂબ જ અાનંદ મળે છે.

અદિતિ મણિરત્નમની ફિલ્મ ‘છેલિયા’ કરી રહી છે, તેમાં તે એક ડોક્ટરની ભૂમિકામાં જોવા મળશે. અા ફિલ્મના કારણે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ મેકર ઇન્દ્રગંતિ મોહના કૃષ્ણાઅે અદિ‌િતને પોતાની એક તેલુગુ રોમે‌િન્ટક કોમેડી ફિલ્મમાં કાસ્ટ કરી છે. અા ફિલ્મમાં તેની સાથે સુધીરબાબુ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.

બોલિવૂડમાં અદિ‌િત સુધીર મિશ્રાની ‌િથ્રલર ફિલ્મ ‘દાસ દેવ’ કરી રહી છે, જેમાં અદિ‌િત ઉપરાંત અનુરાગ કશ્યપ અને રિચા ચઢ્ઢા પણ છે. કશ્મીરી પંડિતોની કહાણી પર અાધારિત દાનીસ રેન્જુના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘પશ્મીના’નું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે. અા ફિલ્મમાં રોનિત રોય, ફરીદા જલાલ અને સોની રાજદાન જેવા કલાકારો છે.

You might also like