VIDEO: ‘કાયર છે અમિતાભ બચ્ચન’ આ એક્ટરે બિગ બીને લઇને આપ્યુ વિવાદસ્પદ નિવેદન

એક્ટર પ્રકાશ રાજે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પર હુમલો કર્યો છે. પ્રકાશ રાજે અમિતાભ બચ્ચનને કાયર ગણાવ્યા છે. જમ્મૂ-કશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે ગેંગરેપ અને હત્યા પર કોઈ પ્રતિક્રિયા ન આપવા પર રાજે બિગબીને કાયર કહ્યા છે. હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં પ્રકાશ રાજે કહ્યું કે, ”તે ઈચ્છે છે કે અમિતાભ બચ્ચન આ ઘટનાની નિંદા કરે.”

સિંધમ અને વૉન્ટેડ જેવી બોલિવુડની ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પ્રકાશ રાજે કહ્યુ કે, ”મેં તેમને અપિલ કરી, આ મારો અધિકાર છે, તેમને ખૂબ જ સારો અવાજ મળ્યો છે, હું ઇચ્છતો હતો કે તેઓ બોલે, પરંતુ તેમણે કહી દીધુ કે આ મામલામાં તેઓ કંઇ પણ બોલવા નથી ઇચછતા, પરંતુ સર, આ એટલી ખરાબ ઘટના છે કે તેના અંગે તમારે બોલવું પડશે.”

 

પ્રકાશ રાજે આગળ કહ્યુ કે, ”કઠુઆ રેપ કોઇ ધર્મની સાથે જોડાયેલા છે એટલે મારા માટે મહત્વપૂર્ણ નથી, મારા માટે એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે એક સમાજના લોકો જ્યાં ત્યાં રહે છે, તેમને ત્યાંથી ભગાડવાની ધમકી મળી રહી છે. પ્રકાશ રાજે આગળ કહ્યુ કે અને માત્ર એટલા માટે કે આરોપી પાર્ટીનો છે, તમે તેના સમર્થનમાં જાઓ છો, તેના સર્મથનમાં વિરોધ કરો છો.આ યોગ્ય નથી.”

જ્યારે પ્રકાશ રાજને સવાલ પૂછવામાં આવ્યો કે તેમને શું ઉમ્મીદ હતી, અમિતાભ બચ્ચને આ મામલે શું કરવું જોઈતું હતું. તેના પર રાજે કહ્યું, ”હું ઈચ્છતો હતો કે અમિતાભ બચ્ચન બોલે, તેને રોકો…’ ”જ્યારે રાજને પૂછવામાં આવ્યું કે ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત ચહેરા વિરુદ્ધ બોલવા પર તેમને મુશ્કેલી ન થઈ? તેના પર તેમણે કહ્યું, ”મેં તેમને અપીલ કરી. હું સમજું છું કે એક્ટર હોવાના કારણે અમારી પણ સામાજિક ચેતના છે, અમારી જવાબદારી છે. કારણ કે જો અમે લોકો જ ડરી જઈશું તો સમાજના ડરપોક અને કાયર બનવાનું કારણ અમે બનીશું.”

તેના પર સવાલ પૂછવામાં આવ્યો કે અહીંયા અમિતાભ બચ્ચન કાયર સાબિત થાય છે તેના જવાબમાં પ્રકાશ રાજે કહ્યુ કે, ”મને લાગે છે આવું જ થયું છે. તેનાથી મને શું ફાયદો થવાનો, હું તેમને અપીલ કરી રહ્યો છુ, મહેરબાની કરીને આગળ આવો. આ મહત્વપૂર્ણ છે તમે કોઇ પાર્ટીના વિરુદ્ઘમાં નથી બોલી રહ્યા. તમે એક મુદ્દા પર બોલી રહ્યા છો. તમે એક વિચારની વિરુદ્ઘ બોલી રહ્યા છો જે દેશ માટે યોગ્ય નથી.”

You might also like