US એરબેઝમાં બંદુકધારી હોવાનાં સમાચારથી ભાગદોડ

વોશિંગ્ટન : અમેરિકાનાં મેરિલેન્ડનાં જોઇન્ટ બેસ એડ્રયુઝમાં ગુરૂવારે બંધુકધારીનાં ઘુસવાનાં કારણે હોબાળો મચી ગયો. શૂટર ત્યાં હાજર હોવાનાં સમાચાર બાદ તુરંત જ એડ્રયૂઝ એરફોર્સ બેઝ (વોશિંગ્ટન)ને બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે ત્યાર બાદ ત્યાં કાંઇ પણ મળ્યુ નહોતું અને લોકડાઉનને હટાવી લેવામાં આવ્યું હતું. કાયદા અધિકારીએ કહ્યું કે કોઇ પણ બંદુકધારી ત્યાંથી નથી મળી આવ્યો આ માત્ર એક અફવા જ હોઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એરફોર્સ બેઝ વાઇટ હાઉસથી 24 કિલોમીટર દુર આવેલું છે. યુએસ જોઇન્ટ એડડ્રયૂઝે કહ્યું કે એક મોડ ડ્રિલ પ્લાન કરવામાં આવી હતી. જો કે તે સ્પષ્ટ નહોતું કે શૂટર આ જ ડ્રિલનો હિસ્સો છે કે કેમ. એડ્રયુઝ એરબેઝ અમેરિકી સેનાનું તે સ્થળ છે જ્યાં રાષ્ટ્રપતિનું વિશેષ વિમાન એરફોર્સ વન પણ રહે છે. બેઝનાં અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાં મેલ્કોમ ગ્રો મેડિકલ ફેસિલિટીમાં થઇ છે. સુરક્ષા કર્મીઓ ઘટનાં સ્થળ પર હાજર છે.

You might also like