ACP સહિત પોલીસ કર્મચારીની સંડોવણીની તપાસ કરાશે

અમદાવાદ: શહેરના મ‌િણનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષ પહેલાં હત્યા કેસમાં સંડોવાયેલા વિવેક નામના યુવકના કસ્ટોડિયલ ડેથ મામલે ક્રાઇમ બ્રાંચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કસ્ટોડિયલ ડેથમાં ક્રાઇમ બ્રાંચ તપાસ કરીને એસીપી, પીઆઇ સહિત ચાર પોલીસ કર્મચારીઓની ધરપકડ કરે તેવી શકયતા છે.

મ‌િણનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષ પહેલાં હત્યા કરવાના આરોપસર ધરપકડ કરાયેલા વિવેક ઉર્ફે વિક્કી મોતીલાલ રાણાના થયેલા કસ્ટોડિયલ ડેથ મામલે એસીપી, પીઆઇ સહિત ૪ પોલીસકર્મીઓ વિરુદ્ધમાં ક્રાઇમ બ્રાંચે ૯ દિવસ પહેલાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. િવવેક આ કેસમાં ૧૪-૧૧-૨૦૧૪ના રોજ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો.

વિવેકની બહેન રેણુકા ક્રાઇમ બ્રાંચમાં જમવાનું આપવા માટે ગઇ ત્યાર બાદ બપોરે ચાર વાગ્યા પછી મણિનગર પોલીસ સ્ટેશનમાં રેણુકાને મળવા માટે બોલાવી હતી. પોલીસ સ્ટેશન પાસે રેણુકાનો ભાઇ મહેશ મળી ગયો હતો અને તેને કહ્યું હતું કે દીદી તેમ વિવેકને કેમ હાજર કર્યો છે. અહીંની પોલીસ તેને મારી નાખવાનું કહે છે. આ સાંભળતાં રેણુકા રડતી રડતી પોલીસ સ્ટેશનની બહાર જતી રહી હતી. સાંજે છ વાગ્યાની આસપાસ ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મચારી ભરતભાઇએ વિવેક, કૃણાલ અને સંજયની કસ્ટડી મ‌િણનગર પોલીસ સ્ટેશનને સોંપી હતી.

ત્યારબાદ વિવેકને મ‌િણનગરના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વી. જે. ગઢવી, એસીપી રીમા મુનશી, પીએસઆઇ ચૌધરી અને કોન્સ્ટેબલ ભરતભાઇએ લાકડી તેમજ પટ્ટા વડે માર માર્યો હતાે. બીજા દિવસે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવેલો હતો કે વિવેકની હાલત બહુ ખરાબ છે તેને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જેથી રેણુકા તેનાં પરિવારજનોને લઇ એલ.જી.હોસ્પિટલ પહોંચી ગઇ હતી, જ્યાં વિવેકના શરીર પર ઇજાનાં નિશાન હતાં અને તેને આઇસીયુ વોર્ડમાં દાખલ કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન વિવેકનું મોત થયું હતું. આ ઘટનામાં ૯ દિવસ પહેલાં ક્રાઇમ બ્રાંચે એસીપી, પીઆઇ, પીએસઆઇ અને કોન્સ્ટેબલ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. બી.જે. ગઢવી હાલ કચ્છમાં ડીવાયએસપી છે. જ્યારે પીએસઆઈ ચૌધરી ક્રાઈમ બ્રાન્ચમાં છે. આ મામલે ક્રાઇમ બ્રાંચના એસીપી બી. સી. સોલંકીએ જણાવ્યું છે કે વિવેકના કસ્ટો‌િડયલ ડેથ મામલે તપાસ ચાલુ કરી છે. આ અંગે વૈજ્ઞાનિક પુરાવા અને નિવેદનો બાદ આ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવશે. આ સિવાય તેમની ધરપકડ કરવામાં આવશે નહીં.

You might also like