Categories: Gujarat

સાઈકલ અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં એક પરિવાર પર ઘાતકી હુમલો

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલ ડો.ગાંધીની ચાલીમાં રહેતા એક પરિવાર પર ચાલીમાં રહેતા કેટલાક શખ્સોએ તલવાર અને ચપ્પા વડે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. એક્ટિવા અને સાઈકલ વચ્ચે અકસ્માત થતાં ગઇ કાલે સાંજે મામલો બીચક્યો હતો.

મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ડો.ગાંધીની ચાલીમાં રહેતાં સંતોષબહેન દિનેશભાઇ પ્રજાપતિએ ૮ શખ્સો વિરુદ્ધમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ગઇ કાલે સાડા ચાર વાગ્યાની આસપાસ સંતોષબહેનનો પુત્ર રમેશ ઉર્ફે રો‌િહત કાપેલી સોપારી વેપારીને આપવા માટે સાઈકલ લઇને ગયો હતો તે સમયે ભૂરા પરિહારે એક્ટિવા સાઈકલ સાથે અથડાવ્યું હતું. ભૂરાએ તે સમયે રમેશને બીભત્સ ગાળો બોલીને જતો રહ્યો હતો. ત્યારબાદ ભૂરો તેના બે મિત્રોને લઇને ડો.ગાંધીની ચાલીમાં આવ્યો હતો. તે સમયે સંતોષબહેને ભૂરાને પૂછ્યું હતું કે મારા પુત્રને ગાળો કેમ આપતો હતો. સંતોષબહેનની વાત સાંભળીને ભૂરો એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને તેના ઘરમાંથી તલવાર લઇને આવ્યો હતો.

ભૂરાની સાથે તેના ઘરમાંથી જ્યોતિબહેન, આયુષી, મનીષા વગેરે દોડી આવ્યાં હતાં અને સંતોષબહેનને માથાના વાળ પકડીને ગળદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં.

દરમિયાનમાં ભૂરાએ સંતોષબહેનના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી. સંતોષબહેનને છોડાવવા માટે વચ્ચે પડેલા કમલેશભાઇ, મૂકેશભાઇ પ્રજાપતિ, રીંકુબહેન પ્રજાપતિ અને રમેશભાઇ પ્રજાપતિ પર તલવાર અને ચપ્પા વડે હુમલો કર્યો હતો. સાથોસાથ તેમના પર પથ્થરમારો પણ કર્યો હતો. મેઘાણીનગર પોલીસે આ ઘટનામાં ભૂરાભાઇ પરિહાર, વિશાલ પરિહાર, રવિ માળી, જ્યોતિબહેન, આયુષી, મનીષા, વિમલાબહેન તેમજ પપ્પુભાઇ પ્રજાપતિ વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

Dhruv Brahmbhatt

Recent Posts

યુવકે ઇન્સ્ટાગ્રામ પર ફોટા અપલોડ કરતાં યુવતીએ ફિનાઇલ પીધું

મહેસાણા નજીક આવેલા પાલાવાસણાના સાંઇ રો-હાઉસમાં રહેતા એસઆરપીના જવાનની ૧૮ વર્ષની પુત્રીને છ મહિનાથી ગામનો આકાશ બાબુભાઇ રાઠોડ મિત્રતા કેળવવા…

7 mins ago

મજૂરી માટે આવેલ યુવકોનું કાલુપુર રેલવે સ્ટેશનથી અપહરણ કરી રૂમમાં ગોંધી રખાયા

અમદાવાદ: ઝારખંડથી અમદાવાદમાં મજૂરીકામ માટે આવેલા ૧૧ મજૂરનાં કાલુપુર રેલવે સ્ટેશનથી અપહરણ કરીને માણસાના રાજપુરા ગામે ફેક્ટરી પર લાવી મરજી…

12 mins ago

ભારતની બધી મેચ દુબઈમાં યોજાતાં પાક. કેપ્ટન નારાજ

દુબઈઃ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહમદે ગઈ કાલે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, ''એશિયા કપમા નિયમ બધા માટે એકસરખા હોવા જોઈએ. ભારત…

15 mins ago

Stock Market: નિફ્ટી 11,300ને પારઃ સેન્સેક્સમાં 100 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ: આજે શરૂઆતના કારોબારમાં બજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો ઉછાળો દેખાઇ રહ્યો છે. નિફ્ટી ૧૧,૩૦૦ની…

21 mins ago

CBSEએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ક્રાંતિકારી સુધારા સૂચવ્યા

નવી દિલ્હી: સીબીએસઇએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ક્રાંતિકારી સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. સીબીએસઇએ વિશેષ જરૂરિયાતવાળાં બાળકો માટે કોઇ ખાસ પગલાં ભરવાનું…

45 mins ago

પીટર મુખરજી સાથે છૂટાછેડાના બદલે ઈન્દ્રાણીએ જ્વેલરી અને ફર્નિચર માગ્યાં

મુંબઇ: હાઇપ્રોફાઇલ શીના બોરા હત્યાકાંડમાં જેલની સજા ભોગવી રહેલાં પતિ-પત્ની પીટર મુખરજી અને ઇન્દ્રાણીએ આખરે છૂટાછેડાની અરજી દાખલ કરી દીધી…

49 mins ago