કંકોતરી વહેંચવા નીકળેલા ‌પરિવારને અકસ્માત: માતા પુત્રનાં મોત

0 426

અમદાવાદ, સોમવાર
લગ્નની કંકોતરી વહેંચવા નીકળેલા પરિવારને અંકલેશ્વર હાઇવે પર અકસ્માત નડતાં માતા પુત્રના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભરુચ પાસે આવેલા જનોર ગામનો સોલંકી પરિવારના ત્રણ સભ્યો બાઇક પર સંબંધીનાં લગ્નની કંકોતરી આપવા સુરત તરફ જઇ રહ્યો હતો ત્યારે અંકલેશ્વર હાઇવે પર સામેથી આવી રહેલા ટ્રકે બાઇકને અડફેટે લઇ ટક્કર મારતા બાઇકસવાર માતા-પિતા અને પુત્ર રોડ પર પટકાતાં ત્રણેયને ગંભીર ઇજા પહોંચી હતી જેમાં માતા અને પુત્રના ઘટના સ્થળે જ મોત થયાં હતાં જ્યારે ઇજાગ્રસ્ત બળવંતસિંહ સોલંકીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ટ્રકચાલકની ધરપકડ કરી હતી.હાંસોટ નજીક ટેમ્પો પલટી ખાઇ ગયો ઃ ત્રણનાં મોત, ૧૧ ગંભીર
અંકલેશ્વર-હાંસોટ રોડ પર ઉતરાજ ગામ પાસે માલવાહક ટેમ્પો પલટી ખાઇ જતાં ત્રણ વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે ૧૧થી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

હાંસોટ નજીક આવેલા બોલાવ ગામના એક પરિવારના સભ્યો મોસાળું લઇ ટેમ્પામાં અંકલેશ્વર ગયા હતા. મોસાળાની વિધિ પૂર્ણ કર્યા બાદ રાત્રના સમયે કોળી પટેલ પરિવારના આ સભ્યો ટેમ્પામાં પરત ફરતા હતા ત્યારે હાંસોટ નજીક ઉતરાજ ગામ પાસે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી ખાઇ જતા આ અકસ્માત સર્જાયો હતો.

જેમાં ટેમ્પામાં બેઠેલી ત્રણ મહિલાના ઇજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે ૧૧ વ્યક્તિને ઇજા પહોંચતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

loading...

Leave A Reply

Your email address will not be published.