Accer એ લોન્ચ કર્યું 14 કલાકના બેટરી બેકઅપવાળું લેપટોપ

નવી દિલ્હી: તાઇવાનની લેપટોપ મેકર Accerએ એક Chromebook 14 લેપટોપ લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે તેની બેટરી 14 કલાકની બેકઅપ આપશે.

તેની શરૂઆતી કીંમત $299 (લગભગ 20,000 રૂપિયા) તેમાં ઈન્ટેલ સેલરોનનું ડ્યુઅલ કોર પ્રોસેસર લગાવવામાં આવ્યું છે જેની સ્પીડ 1.6GHz છે. મેમરીની વાત કરવામાં આવે તો તેમાં 4GB રેમની સાથે 32GB ઇન્ટરનલ સ્ટોરેજ છે.

આ બે વેરિએન્ટમાં આવશે જેમાંથી એકમાં 2GB રેમની સાથે 16GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવશે. 4GB રેમવાળા વેરિએન્ટની સ્ક્રીન 14 ઇંચની છે અને તેમાં ફૂલ એચડી રિઝોલ્યુએશન આપવામાં આવ્યું છે.

કંપનીનો દાવો છે કે 4GB રેમવાળા વેરિએન્ટમાં 12 કલાકનો બેટરી બેકઅપ આપશે જ્યારે 2GB રેમવાળા વેરિએન્ટમાં 14 કલાકનો બેટરી બેકઅપ મળશે. તમને જણાવી દઇએ કે ક્રોમબુક્સને ઇન્ટરનેટ બ્રાઉઝિંગ માટે ખાસ પ્રકારે બનાવવામાં આવે છે.

હાલમાં કંપની તેને 2GB વેરિએન્ટવાળા લેપટોસની કીંમત જાહેર કરી નથી. ભારતમાં ક્યારે આવશે તેની પણ જાણકારી આપવામાં આવી નથી.

You might also like