RTO અધિકારીનાં ઘરે દરોડા : 60 કિલો ચાંદી અને કરોડોના 7 ફ્લેટનો ખુલાસો

હૈદરાબાદ : ગુંટૂર જિલ્લાની રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના એક અધિકારી પુર્વચંદ્ર રાવના ઘરે એસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેના પરિણામ સ્વરૂપે 60 કિલો ચાંદી, એક કિલો સોનુ અને 20 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. એક રૂમમાં ચાંદીનો સામાન ભરેલો પડ્યો હતો. તેમણે 7 ફ્લેટ પણ ખરીદ્યા હતા.

એસીબીનો દાવો છે કે રાવ પાસે આનાથી ઘણી વધારે સંપત્તિ છે પરંતુ તે અંગે તપાસ ચાલી રહી છે. હાલ રાવની જેટલી પ્રોપર્ટી પકડાઇ છે તેની કિંમત જ 25 કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર પુર્ણચંદ્ર રાવ 1981માં મોટર વેહીકલ ઇન્સપેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદ પદ અને સંપત્તિ બંન્નેમાં પ્રમોશન આવતા રહ્યા.

34 વર્ષની નોકરીમાં રાવે 7 એપાર્ટમેન્ટ ખરીદ્યા. રાવના વીનૂકોંડામાં 2, ગુંટૂરમાં એક, હૈદરાબાદ અને વિજયવાડામાં 2 – 2 ફ્લેટ છે. ઉપરાંત પોતાની દાળની મિલ પણ ચલાવે છે. જો કે હજી સુધી તપાસ ચાલી રહી છે. હજી પણ ઘણા મોટા પ્રમાણમાં સંપત્તિનો ખુલાસો થઇ શકે છે. રાવ પર આવક કરતા વધારે સંપત્તિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

You might also like