BOTAD: ગઢડામાં હેડ કોન્સ્ટેબલને ACBએ લાંચ લેતા ઝડપી પાડયા

બોટાદના ગઢડામાં હેડ કોન્સ્ટેબલ પ્રકાશ કુકડીયા રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપાયા છે. ACBએ છટકુ ગોઠવીને હેડ કોન્સ્ટેબલને ઝડપી પાડયા છે. માલણપુરમાં ઉચાપત મામલે બે મહિલાઓની ધરપકડ નહી કરવા લાંચ માગી હતી. PSIએ લાંચની રકમના બાકી રૂપિયા હેડ કોન્સ્ટેબલને પહોંચચાડવા કહ્યું હતું.

PSI રાજુ કરમટીયાએ રૂપિયા 2 લાખ 20 હજારની લાંચ માગી હતી. જયારે ગઢડાના PSI રાજુ કરમટીયાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાતા PSI પણ શંકાના દાયરામાં છે.રાણપુર તાલુકાના માલણપુરના ભીમા ઝાપડીયાની પત્ની રાણપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હતા. ઉચાપત મામલે ભીમાભાઇની પત્ની સહિત સાત લોકોની ધરપકડ કરાઇ હતી.

You might also like