VIDEO: લાંચિયા અધિકારીની ધરપકડ,ફરિયાદી પાસે માગી હતી 5 હજારની લાંચ

સુરત:મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં આકરણી અધિકારી 5 હજારની લાંચ લેતા ઝડપી પાડયા છે. વરાછા ઝોનમાં એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસર પી.કે. જરીવાલા લાંચ લેતા ઝડપાયા છે. આ બનાવમાં એમ હતું કે મકાન વેરા બિલમાં કબજેદાર તરીકે વર્ષોથી ભાડૂઆતનું નામ ચાલી આવે છે. તે દરમિયાન ભાડૂઆત મકાન ખાલી કરીને ચાલ્યો ગયો હોય નવા વેરા બિલમાં કબજેદાર તરીકે ભાડૂઆતને બદલે માલિકનું નામ લખાઈ આવે તે માટે મકાન માલિકે વરાછા ઝોનમાં અરજી કરી હતી.

જોકે વરાછા ઝોનના એ.આર.ઓ. જરીવાલાએ અરજીમાં કોઈ કાર્યવાહી કરી ન હતી. જેથી મકાન માલિકે એસેસમેન્ટ ઓફિસર જરીવાલાનો સંપર્ક કર્યો હતો. જેથી જરીવાલાએ રૂપિયા 5 હજારની લાંચ માગી હતી. જેથી ફરિયાદીએ ACBનો સંપર્ક સાધ્યો હતો અને ACBએ છટકું ગોઠવીને જરીવાલાને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે,સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન ખાતે ના આકરણી અધિકારી રૃપિયા પ હજારની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઇ હતી. વેરા બિલમાં નામ ફેરવવા માટે લાંચ માંગનારા પી.કે.જરીવાલાને એસીબીની ટીમે ઝોનમાં જ છટકું ગોઠવી રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડયા હતા.

આપને જણાવી દઇએ કે, લોકોની ફરિયાદને લઈને ACBએ તમામ વિભાગોમાં તપાસ શરૂ કરી છે. જેથી એક પછી એક અધિકારીઓ લાંચ લેતા એસીબીના હાથે આવી રહ્યા છે.જેને લઈને અધિકારીઓમાં સોંપો પડી ગયો છે.

You might also like