Categories: India

રેલવેમાં એસી ફર્સ્ટ ક્લાસની યાત્રા વધુ મોંઘી બને તેવા સંકેતો

નવી દિલ્હી : રેલવે મંત્રાલય દ્વારા હવે એસી ફર્સ્ટ ક્લાસ કોચમાં મુસાફરી કરતા યાત્રીઓને આપવામાં આવતી રાહતો બંધ કરે તેવી શક્યતા છે. કારણ કે રેલવે દ્વારા યાત્રીઓને અન્ય રાહત આપવાના પાસા પર વિચારણા કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ રેલવે એસી-૧માં મુસાફરી કરતા સિનિયર સિટીઝન સહિત તમામ વ્યક્તિગતોને આપવામાં આવતી છુટછાટ પાછી ખેંચી લેવાના મુડમાં છે. હાલમાં ૫૦ ટકા જેટલી છુટછાટ મળી રહી છે.

રેલવે બજેટ રજૂ કરવામાં આવે તે પહેલા તમામ પાસા પર ચર્ચા કરવામાં આવનાર છે. આ દરખાસ્તને પોલિટિકલ લીડરશીપની મંજુરીની પણ જરૂર રહેશે. રેલવે દ્વારા તેની કમાણીને સુધારી લેવાની રણનિતી પર ચર્ચા ચાલી રહી છે. રેલવે સામે ફંડની તકલીફ જોવા મળી રહી છે. જુના માળખાને સુધારી દેવા માટે રેલવે  જંગી ફંડની જરૂર દેખાઇ રહી છે. આવી સ્થિતીમાં રેલવે દ્વારા વિવિધ કમાણીના સાધન પર વિચારણા કરવામાં આવી રહી છે.

રેલવે દ્વારા વિકલાંગ લોકો, કલાકારો, રમતગમત સાથે જોડાયેલા લોકો, ભારતીય શહીદ  જવાનોની વિધવા, તબીબો, સિનિયર સિટીઝન અને પત્રકારો સહિત ૫૩ કેટેગરીને હાલમાં ટિકિટમાં છુટછાટ આપે છે. જેના કારણે તેના પર વાર્ષિક ૧૪૦૦ કરોડનો બોજ આવે છે. એસી ફર્સ્ટ કલાસમાં આપવામાં આવેલા રાહતના કારણે રેવન્યુ નુકસાનનો આંકડો કેટલો છે તે અંગે કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી જો કે આ આંકડો પણ ખુબ મોટો હોઇ શકે છે.

રેલવે દ્વારા જુદા જુદા વિકલ્પ પર વિચારણા કરવામાં આવી રહી છે. જેમાં એસી ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતા લોકોના જુદા જુદા વર્ગ માટે છુટછાટને પાછી ખેંચી લેવાની બાબતનો સમાવેશ થાય છે. રાજકીય કારણોસર અન્ય કોઇ રાહત જે રેલવે યાત્રીઓને આપવામાં આવી છે તે પાછી ખેંચવામાં આવશે નહી. રેલવે બજેટ આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અન્ય પાસા પર ચર્ચા ચાલી રહી છે. એસી ફર્સ્ટ ક્લાસમાં યાત્રા વિમાની યાત્રા કરતા વધારે મોંઘી સામાન્ય રીતે હોય છે.

પરંતુ છુટછાટથી સિનિયર સિટિઝન ટ્રેનમાં જ મુસાફરી કરે  છે. વરિષ્ઠ રેલવે અધિકારીઓની દલીલ છે કે, એસી ફર્સ્ટક્લાસમાં મુસાફરી સામાન્ય રીતે વિમાની પ્રવાસ કરતા મોંઘી છે પરંતુ ડિસ્કાઉન્ટ મળી જાય છે.

રેલવે દ્વારા હાલમાં વિકલાંગ, કલાકારો, રમત-ગમત સાથે સંકળાયેલા લોકો, યુદ્ધ વિધવાઓ, તબીબો, સિનિયર સિટીઝનો અને પત્રકારો સહિત ૫૩ કેટેગરીમાં રહેલા લોકોને છુટછાટના દર ઉપર ટિકિટો આપે છે.

કન્સેશન ઉપર ટિકિટો આપવાના પરિણામ સ્વરુપે રેલવેને વાર્ષિક ૧૪૦૦ કરોડ રૂપિયાનો બોજ પડે છે. હાલમાં રેવન્યુ તકલીફ રેલવે સામે સૌથી મોટી સમસ્યા તરીકે છે. આવી સ્થિતિમાં રેલવે જુદા જુદા વિકલ્પો ઉપર વિચારણા કરવામાં વ્યસ્ત છે. એસી ફર્સ્ટક્લાસ કોચમાં મુસાફરી કરી રહેલા લોકો માટે આ છુટછાટના કારણે કેટલું નુકસાન થઇ રહ્યું છે તે અંગેની માહિતી મળી શકી નથી પરંતુ આ નુકસાન ખુબ મોટુ છે. એસી ફર્સ્ટક્લાસમાં મુસાફરી કરતા લોકોને રાહત પરત ખેંચી શકાય છે.

આંતરિક સંશાધનોમાંથી જંગી નાણાં ઉભા કરવામાં આવનાર છે. રેલવે અધિકારીઓની દલીલ છે કે જો સિનિયર સિટીઝન એસી ફર્સ્ટક્લાસમાં મુસાફરી કરી શકે છે તો તેમને કન્સેશનની જરૂર શું છે. સામાજિક જવાબદારીઓને અદા કરવા માટે બિનજરૂરી બોજ ઉપાડવામાં આવે છે. હવે રેલવે વાણિજ્ય આધાર પર ચાલે તેમ ઇચ્છે છે. ફ્રી અથવા તો કન્સેશન પ્રવાસની જોગવાઈના પરિણામ સ્વરુપે ફાઈનાન્સ ઉપર માઠી અસર થઇ રહી છે.

જેથી આ ભુલમાં સુધારા કરવાનો સમય આવી ગયો છે. આંતરિક સંશાધનોમાંથી જંગી નાણાં ઉભા કરવામાં આવનાર છે. નાણામંત્રાલય દ્વારા વર્તમાન નાણાકીય વર્ષ માટે નાણાંકીય ટેકો ઘટાડ્યો છે. રેલવે દ્વારા ૪૦૦૦૦ કરોડનો  અંદાજપત્રીય ટેકો આપવાની માંગ કરી છે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 hours ago