VIDEO: ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ચૂંટણી પહેલાં સર્જાયો વિવાદ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેરની ચૂંટણીને લઇ મોટો વિવાદ શરૂ થયો છે. વિદ્યાર્થી પાંખ ABVPનાં કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સીટી ખાતે મતદાર યાદીમાંથી નામ કપાયાં હોવાનાં આક્ષેપો સાથે હોબાળો મચાવવામાં આવ્યો હતો.

વિદ્યાર્થી ચૂંટણીમાં મતદાતાઓની યાદી કોલેજો દ્વારા ગઇ 3 ફેબ્રુઆરીનાં રોજ સબમિટ કરાવી દેવામાં આવી છે. ફાઈનલ યાદી બહાર આવે તે પહેલાં જ હોબાળો મચાવવામાં આવ્યો હતો. ABVP દ્વારા એવાં આક્ષેપો કરવામાં આવ્યાં હતાં કે કેટલાંક નામો ગુમ કરી દેવાયાં છે.

ABVPનાં કાર્યકર્તાઓ દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે યાદી સબમિટ કરવાની છેલ્લી તારીખનાં સીસીટીવી સામે લાવવામાં આવે અને તે અંગે તપાસ કરાવવામાં આવે કે ગોબાચારી કેવી રીતે આચરવામાં આવી.

જો કે આ સમગ્ર મામલે હવે યોગ્ય તપાસ કરાવવામાં આવે, નહીં તો આગામી સમયે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

You might also like