પુરુષાર્થને પાંગળો ન બનાવો

એક ઉદ્યોગપતિએ તેમના કારખાનાનું પ્રવેશદ્વાર તોડીને બીજું પ્રવેશદ્વાર મૂકાવ્યું. તેમની પોતાની ઑફિસમાં ટેબલ અને ખુરશીની દિશા બદલી નાખી. પોતાના બંગલાના પ્રવેશદ્વારમાં પણ હજારો રૃપિયા ખર્ચીને ફેરફાર કરાવી નાખ્યો. શયનખંડમાં પલંગની દિશા ફેરવી નાખી. ભીંત પર ટીંગાડેલી ભગવાનની છબિઓની સ્થિતિમાં પણ ફેરફાર કરી નાખ્યો. આવા બધા ફેરફાર કરવાનું કારણ? કારણ એટલું જ કે ઉદ્યોગપતિના વાસ્તુશાસ્ત્રીએ તેમને આ મુજબની સલાહ આપી હતી.

આજકાલ વાસ્તુશાસ્ત્રની બોલબાલા છે. શ્રીમંત માણસો-કારખાનેદારો તેમની સલાહ અનુસાર હજારો કે લાખો રૃપિયા ખર્ચીને આવા ફેરફારો કરે છે. જો કોઈ વાસ્તુશાસ્ત્રીનાં પવિત્ર પગલાં તમારા આંગણામાં પડે તો તે તરત કહેશે કે તમારું પ્રવેશદ્વાર વાઘમુખી છે. એ ખરાબ કહેવાય. તમારું પ્રવેશદ્વાર ગૌમુખી હોવું જોઈએ. વાઘમુખી પ્રવેશદ્વારમાં આગળનો ભાગ પહોળો હોય અને પછી તે સાંકડો થાય. ગૌમુખીમાં આગળનો ભાગ સાંકડો હોય અને તે પછી પહોળો થતો હોય! જે ઉદ્યોગપતિની વાત અહીં કરી છે તેમણે ઉત્સાહભેર બધા ફેરફારો કર્યા હતા અને પોતાનું કિસ્મત વિશેષ ચમકી ઊઠવાની આશા રાખતા હતા, પણ બન્યું એવું કે વાસ્તુશાસ્ત્રીની સલાહ મુજબના બધા ફેરફારો પૂર્ણ થઈ ગયા પછી એક જ મહિનામાં તેમના બંગલા અને કારખાના પર આવકવેરા ખાતાનો દરોડો પડ્યો. પત્ની ગંભીર માંદગીમાં પટકાઈ ગઈ. પુત્રોની પણ કોઈ ને કોઈ સમસ્યા ગંભીર બનીને સામે આવી. ઉદ્યોગપતિ ભારે મૂંઝવણમાં પડ્યા. સલાહ આપનારા વાસ્તુશાસ્ત્રીને પૂછ્યું તો તેમણે હાથ ઊંચા કરી દીધા.

વાસ્તુશાસ્ત્ર વિશે મારું ખાસ જ્ઞાન નથી, પણ મેં અનુભવે એટલું જોયું છે કે આ બધી બાબતોને આગળ કરીને માણસો વિચિત્ર રીતે વર્તે છે અને ઘણીવાર એવી કસોટીમાંથી પસાર થાય છે કે તેમની આસ્થા ઊડી જાય છે. તેમને મોડે-મોડે ભાન થાય છે કે આ બધાં મનનાં ભૂત છે. કોઈ પણ બાબતમાં તમારા મનમાં કશાકનું ભૂત ભરાય પછી તમે જંગલમાં ભૂલા પડ્યા જેવી સ્થિતિમાં મુકાઈ જાઓ છો. જે વાત વાસ્તુશાસ્ત્રને લાગુ પડે છે તે વાત મુહૂર્તોને અને જ્યોતિષને પણ લાગુ પડે છે. આવા પ્રકારની સાચી કે ખોટી દોરવણી હેઠળ માણસો વહેમી બની જાય છે.

એક માણસ સારો વાર અને સારી તિથિ નક્કી કરીને એક કાર્યનો આરંભ કરે છે, પણ પ્રથમ તબક્કામાં જ નિષ્ફળ જતાં તેને પ્રશ્ન થાય છે કે આમ કેમ? શાસ્ત્રોક્ત રીતે મુહૂર્ત કઢાવીને શુભ તિથિ-વાર-ચોઘડિયું બધું જોઈને કામ શરૃ કર્યું હતું અને તેનું પરિણામ સારું આવવાને બદલે ખરાબ આવવાનું કારણ શું? એક બીજો માણસ અમાસના દિવસે કે અશુભ ગણાતા દિવસે કોઈક કાર્યનો આરંભ કરે છે અને તે દિવસે તારીખનો આંકડો પણ ‘અપશુકનિયાળ’ હોય છે. છતાં તેનો પુરુષાર્થ ફળે છે. જ્યાં જ્યાં સફળતાની શક્યતા વધુમાં વધુ દેખાતી હોય, ગણતરીઓ બધી જ પાકી કરી હોય ત્યાં પરિણામ શૂન્ય કે ઊલટું આવે તેવું બને છે. જ્યાં સફળતાની આશા રાખવાનું કોઈ વાજબી કારણ દેખાતું ન હોય ત્યાં સફળતા આવી મળે છે. આનું રહસ્ય કોણ ઉકેલી શકે? એ વ્યક્તિ પોતાની કુંડળીમાં ઉચ્ચના ગ્રહો જોઈને હરખાય છે. બીજી એક વ્યક્તિ પોતાની જન્મકુંડળીમાં નીચના ગ્રહો જોઈને હતાશ થઈ જાય છે, પણ ઉચ્ચના ગ્રહો ધાર્યું ફળ ન આપે તેવા અનેક કિસ્સા જોવા મળે છે અને જેના ગ્રહો નીચના હોય તે અણધાર્યો વિજય મેળવે છે. જ્યોતિષશાસ્ત્રીને પૂછીએ તો એ કહે છે કે હળહળતો કળિયુગ છે. કળિયુગમાં દુનિયાદારીની દૃષ્ટિએ ઉચ્ચના ગ્રહો કંઈ ન કરી શકે અને નીચના ગ્રહોની બોલબાલા થઈ જાય, પણ આ સાચું નથી. આનો ભેદ પામવાનું શક્ય જ નથી. તો માણસે શું કરવું? માણસે આત્મશ્રદ્ધા કેળવવી, પોતાના ઈષ્ટ દેવમાં શ્રદ્ધા રાખવી અને ગમે તેવા વિકટ સંજોગોમાં પણ આશા છોડ્યા વગર શક્ય તે બધો જ પુરુષાર્થ કરવો. કહેવત છે કે તમે પ્રાર્થનામાં તમારા હાથ આકાશ ભણી જોડો છો ત્યારે ઉપરથી શુભાશિષોની વર્ષા થાય છે.

ભગવાન રામચંદ્રજીને અયોધ્યાની ગાદી ઉપર બેસાડવા માટે શ્રેષ્ઠ મુહૂર્ત જોવામાં આવ્યું નહીં હોય? બન્યું એવું કે રામચંદ્રજી ભલે હસતા મુખે પણ વનવાસ માટે વિદાય થયા. ભગવાન કૃષ્ણે મહાભારતનું યુદ્ધ રોકવા ઘણા પ્રયત્નો કર્યા અને છતાં યુદ્ધ ટાળી ન શક્યા, ત્યારે તેમણે કહ્યું કે, હવે લડવું એ જ ધર્મ છે. કોઈ પણ ધર્મના મહાન સ્થાપકના જીવન પર નજર કરીએ ત્યારે સ્પષ્ટ દેખાય છે કે એ બધા જ સાચા અર્થમાં મહાન પુરુષાર્થી હતા અને પરમાત્મા પર જ આધાર રાખતા હતા. દરેકને માણસમાં પણ એવી જ શ્રદ્ધા હતી. તમારે જે શાસ્ત્રમાં માનવું હોય તે શાસ્ત્રમાં ખુશીથી માનો, પણ તેના પર મદાર બાંધીને પુરુષાર્થને પાંગળો ન કરો અને તમારી વિવેકબુદ્ધિ વાસ્તુશાસ્ત્ર, અંકશાસ્ત્ર કે આ કે તે ગ્રહોના ચરણે બાંધી ન દો. જીવનમાં સારું-માઠું બન્યા જ કરે છે. તેનો ખુલાસો આ કે તે શાસ્ત્રમાં શોધવાની કોશિશ સરવાળે નકામી જ સાબિત થાય છે.

———————-.

Maharshi Shukla

Share
Published by
Maharshi Shukla

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

15 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

15 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

15 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

16 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

16 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

16 hours ago