VIDEO: અટલાદરામાં મંદિરના ઓટલા પર ત્યજી દેવાઈ બાળકી, ભાજપના કાઉન્સિલર રહ્યા છે સાચવી

વડોદરાઃ શહેરનાં અટલાદરા વિસ્તારમાંથી તરછોડાયેલી એક માસૂમ બાળકી મળી આવી છે. આશરે 14 મહિનાની આ બાળકીને કોઈ બિનવારસી હાલતમાં વેરાઈ માતાનાં મંદિર પાસે મુકીને જતું રહ્યું છે.

એક થેલીમાં ચાદરની અંદર લપેટાયેલી હાલતમાં આ બાળકીને જોતા જ સ્થાનિક શાકભાજીનાં એક વેપારીએ પોલીસને જાણ કરી હતી. ને ત્યાર બાદ આ બાળકીને પોલીસને સોંપી દીધી છે.

હવે ભાજપનાં વોર્ડ 12નાં કાઉન્સિલર દક્ષાબેન પટેલ મંદિરનાં ઓટલા પરથી મળી આવેલી બાળકીની સાર સંભાળ લઈ રહ્યાં છે. તો માંજલપુર પોલીસે પણ સ્થાનિકોની મદદથી બાળકીનાં પરિવારજનોની શોધખોળ આદરી છે. આ માસૂમ બાળકીને એ પણ ખ્યાલ નથી કે તે પરિવારથી વિખુટી થઈ ગઈ છે.

આ બાળકીને પોતાનાં માતા-પિતા કોણ છે તેનો પણ ખ્યાલ નથી કેમ કે તે બિલકુલ માસુમ છે. તે તો માત્ર પોતાની માસૂમિયતમાં જ મસ્ત છે. આ બાળકીને સૌ કોઈ વ્હાલ કરી રહ્યાં છે.

આ સાથે બાળકી પણ ખીલખીલાટ રીતે હસી રહી છે જો કે હવે આ બાળકીનાં માતા-પિતા કોણ છે અને આ બાળકીને કોણ છોડીને ગયું તેને લઈ અનેક તર્ક-વિતર્ક સર્જાઇ રહ્યાં છે. જેથી હવે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like