Categories: Gujarat

અમદાવાદ : ત્રણ ઘરફોડ ચોર આબાદ ઝડપાયા

અમદાવાદ : શહેરના જુદા જુદા વિસ્તારમાં અગાઉ બનેલા સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા ત્રણ રીઢા ઘરફોડ ચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ સઘન પૂછપરછ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મોડી રાત્રે ભવન્સ કોલેજ પાસેથી આરોપી પંકજ કિશન સોલંકી (રહે. શંકર ભુવન છાપરા, શાહપુર) અને પ્રભાત ગીરીશભાઈ દાતણિયાને ઝડપી લઇ તેની જડતી કરતાં આ બંને શખ્સો પાસેથી એક લેપટોપ, સેમસંગ કંપનીનું ડીવીડી પ્લેયર, બેટરી ચાર્જર, સ્ટીલના વાસણો, ઇમિટેશન જવેલરી અને સોનાનાં ઘરેણાં મળી આવ્યા હતા.

જયારે સાયબર સેલના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન નરોડા પાસેથી મૂકેશ ઉર્ફે ટેકસી કિશનલાલ વાઘેલાને ઝડપી લઇ તેની પાસેથી ચોરીના મોબાઇલ કબજે કર્યા હતા. આ ટોળકીએ સેટેલાઇટ, પાલડી, સરદારનગર અને નરોડામાં ગુનાખોરી આચરી હોવાની કબૂલાત કરતાં પોલીસે ત્રણેયને રિમાન્ડ પર મેળવી સઘન પૂછપરછ શરૂ કરી છે.પૂછપરછ દરમિયાન આ શખસો ચોરી કરેલો મુદ્દામાલ જુદા જુદા શહેરોમાં જઈ વેચી મારતો હોવાની પણ કબૂલાત કરી હતી.

Navin Sharma

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

8 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

8 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

8 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

9 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

9 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

10 hours ago