Categories: Cricket Sports

એબી ડિવિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અચાનક કહ્યું અલવિદા….

મુંબઈઃ દક્ષિણ આફ્રિકાના સુપરસ્ટાર ક્રિકેટર એબી ડિવિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અચાનક જ અલવિદા કહી દીધું. ૩૪ વર્ષીય આ વિસ્ફોટક બેટ્સમેને કહ્યું કે ૧૪ વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરને વિરામ આપવાનો આ જ યોગ્ય સમય છે.

સોશિયલ મીડિયા પર વીડિયો મેસેજ દ્વારા ડિવિલિયર્સે કહ્યું કે તે હવે થાકી ગયો છે અને તેની ઊર્જા ખતમ થઈ રહી છે, પરંતુ પાછલાં ત્રણ વર્ષ પર નજર કરવામાં આવે તો જાણવા મળશે કે ડિવિલિયર્સ બહુ ઓછી આંતરરાષ્ટ્રીય મેચમાં રમ્યો છે. તેના થાકનું એક મોટું કારણ આઇપીએલને માનવામાં આવી રહ્યું છે, કારણ કે બે મહિના લાંબી આ ટૂર્નામેન્ટ થકવી નાખનારી હોય છે.

ડિવિલિયર્સે નિવૃત્તિની જાહેરાત કરતાં કહ્યું, ”મેં તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. ૧૧૪ ટેસ્ટ, ૨૨૮ વન ડે અને ૭૮૭ ટી-૨૦ મેચ બાદ હવે સમય આવી ગયો છે કે કોઈ અન્યને તક મળે. ઇમાનદારીથી કહું તો હવે હું થાકી ગયો છું. મારી ઊર્જા ખતમ થઈ રહી છે અને જવા માટે આ જ યોગ્ય સમય છે. દરેક ચીજનો એક સમય હોય છે.”

જોકે આંકડા આનાથી તદ્દન ઊલટા છે. એબીડી પાછલાં ત્રણ વર્ષમાં ૨૧ ટી-૨૦, ૧૬ ટેસ્ટ અને ૪૧ વન ડે રમ્યો છે – એટલે કે કુલ ૭૮ આંતરરાષ્ટ્રીય મેચ. જો આને બે વર્ષના લેન્સથી જોવામાં આવે તો તેનો આંકડો ૪૩ મેચ (સાત ટી-૨૦, આઠ ટેસ્ટ અને ૨૮ વન ડે) પર રોકાય છે.

પાછલા એક વર્ષમાં ડિવિલિયર્સ પાંચ ટી-૨૦, આઠ ટેસ્ટ અને ૧૨ વન ડે રમ્યો છે. તેની ફિટનેસ અને ફોર્મમાં કોઈ ઊણપ નથી આવી. આનો પુરાવો તાજેતરમાં જ આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ તેણે પકડેલો અદ્ભુત કેચ છે.

પાછલાં ત્રણ વર્ષની આઇપીએલ કરિયર પર નજર કરવામાં આવે તો તે ૩૭ મેચ રમ્યો. ૨૦૧૬માં તેણે ૧૬, ૨૦૧૭માં નવ અને આ વર્ષે ૧૨ મેચ રમી. આ ત્રણેય વર્ષમાં તેની બેટિંગમાં કોઈ કમી નથી આવી. આ વર્ષે તેણે ૧૭૪ના સ્ટ્રાઇક રેટ અને ૫૩ રનની સરેરાશથી ૪૮૦ રન બનાવ્યા, જ્યારે ૨૦૧૬માં તેણે ૧૬૯ના સ્ટ્રાઇક રેટ અને ૫૩ની સરેરાશથી ૬૮૭ રન બનાવ્યા હતા.

ગરમીની સિઝનના બે મહિના સુધી રમાતી આઇપીએલમાં કોઈ પણ ખેલાજી થાકી જાય છે. થાકેલા ખેલાડી જે પણ ટીમ તરફથી રમે છે તેનું પ્રદર્શન પણ મનોબળ તોડનારું હોય છે. પાછલી બે સિઝનમાં બેંગલુરુની ટીમ ગ્રૂપ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઈ ગઈ છે.

divyesh

Recent Posts

અહીં મળશે બેસ્ટ ક્વોલિટીવાળા જેકેટ એ પણ માત્ર રૂ.180માં, આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ

હવે સમગ્ર દેશભરમાં ઠંડીની ઋતુ એવી શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ધીમે-ધીમે સવાર-સાંજનાં તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.…

11 hours ago

PM મોદીએ વારાણસીને અર્પણ કરી કરોડોની ભેટ, કહ્યું,”દેશે જે સપનું જોયું તે સાકાર થયું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.…

11 hours ago

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી…

12 hours ago

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે…

13 hours ago

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી…

13 hours ago

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર…

13 hours ago