IPL-11: ડિવિલયર્સની તોફાની બેટિંગની મદદથી જીતી રોયલ ચેલેન્જર્સ, દિલ્હી વધુ એક હાર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે દિલ્હી ડેયરડેવિલ્સને આઇપીએલ સીઝન 11ની 19મી મેચમાં 6 વિકેટે પરાજય આપ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલ દિલ્હી ડેયરડેવિલ્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 174 રન બનાવ્યા હતા.

લક્ષ્યનો પીછો કરી રહેલી રોયલ બેંગ્લોરની ટીમે ડિવિલયર્સની તોફાની બેટિંગની મદદથી 18 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 176 રન બનાવી લીધા હતા. આમ બેંગ્લોરની ટીમે આ મેચ છ વિકેટે જીતી લીધી હતી.

બેંગ્લોરની પાંચ મેચમાં આ બીજી જીત છે જ્યારે દિલ્હીની આટલી જ મેચમાં આ ચોથી હાર છે. દિલ્હીના ઋષભ પંતની શાનદાર ઇનિંગ્સ પર રોયલ્સના ડિવિલિયર્સની તોફાની બેટિંગ ભારે પડી હતી. ડિવિલિયર્સે 39 બોલમાં અણનમ 90 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. ડિવિલયર્સે 10 બાઉન્ડ્રી તેમજ પાંચ સિકસર ફટકારી હતી.

આ મેદાન પર દિલ્હી વિરુધ્ધ ડિવિલિયર્સનો આ સૌથી વધુ સ્કોર હતો. ડિવિલિયર્સે આરસીબીને પાંચ મેચમાંથી બીજી જીત અપાવી. આ સાથે બેંગ્લોરની ટીમ પોઇન્ટ ટેબલમાં પાંચમા નંબર પર પહોંચી ગઇ.

જ્યારે દિલ્હીની ટીમની પાંચ મેચમાં આ ચોથી હાર હતી તે બે પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને પહોંચી ગઇ. દિલ્હી તરફતી ઋષભ પંતે 85 તેમજ શ્રેયસ અય્યરે 52 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

જેની મદદથી દિલ્હીએ આરસીબી વિરુધ્ધ 174 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. પંતે 48 બોલમાં ચાર બાઉન્ડ્રી તેમજ સાત સિકસર ફટકારી હતી. જ્યારે અય્યરે 31 બોલમાં ચાર બાઉન્ડ્રી અને ત્રણ સીકસર મારી હતી.

You might also like