akshaya tritiya 2017 - Sambhaav News
Wed, Sep 20, 2017
mobile apps
Sambhaav Audio News

અક્ષય ફળ આપનારઃ અક્ષય તૃતીયા

akshya-1

વૈશાખ શુક્લ ત્રીજને અક્ષય તૃતીયા કહે છે. કારણ કે આ દિવસે કરવામાં આવેલાં જપ, તપ, જ્ઞાન અન્ન દાન અક્ષય ફળ આપનારાં હોય છે. આનો કદી ક્ષય થતો નથી તેથી આને ‘અક્ષય તૃતીયા’ અથવા અખાત્રીજ કહે છે. જો આ વ્રત સોમવાર અને રોહિણી નક્ષત્રમાં આવે તો મહાફળદાયક માનવામાં આવે છે. જો ત્રીજ મધ્યાહ્નથી પહેલાં શરૂ થઈને પ્રદોષ કાળ સુધી રહે તો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે તેનું ખૂબ જ સારું ફળ મળે છે.
આ વ્રત દાન પ્રધાન વ્રત છે. આ દિવસે વધારેમાં વધારે દાન આપવાનું મહત્વ છે. આ દિવસથી સતયુગ શરૂ થયો હતો તેથી આને યુગાદિ ત્રીજ પણ કહે છે.
અક્ષય તૃતીયા વ્રત કેવી રીતે કરશો ?
– વ્રતના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠો.
– ઘરની સફાઈ અને નિત્ય કાર્યથી પરવારીને પવિત્ર કે શુદ્ધ જળથી સ્નાન કરો.
– ઘરમાં જ કોઈ પવિત્ર સ્થળ પર ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો.
– સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુનું પંચામૃતથી સ્નાન કરાવો.
– ભગવાન વિષ્ણુની પૂજા કરી તેમને સુગંધિત પુષ્પમાળા પહેરાવો.
– નૈવેધમાં ઘઉંનો સત્તુ કાકડી અને ચણાની દાળ ધરાવો.
– છેવટે તુલસીનું પાણી ચઢાવીને ભક્તિપૂર્વક આરતી કરવી જોઈએ.
– ત્યારબાદ ઉપવાસ કરો.
અક્ષય તૃતીયાની વ્રત કથા
દેવપુરી નગરીમાં ઘરમચંદ નામનો એક અતિ ધનિષ્ઠ વણિક પત્ની અને પુત્રો સાથે રહેતો હતો. તેનું હૃદય ઘણું વિશાળ હતું. તપ-ત્યાગમાં એ સૌથી આગળ રહેતો. સાધુ સંતોને ઘેર બોલાવી જાતે પીરસતો.
ગામમાં કોઈ ભૂખ્યું હોય તો ઘેર બોલાવી જમાડતો. રોજ સવારે ગાય-કૂતરાંને ખવડાવતો અને સાંજે કીડિયારું પૂરતો.
ઘરમચંદની આ ધર્મ ભાવનાથી ખૂબ પ્રસન્ન થયેલા પરશુરામ એક દિવસ સાધુ વેશે આવીને પધાર્યા. વણિકે પરશુરામને આસન આપી જમાડ્યા. પછી પરશુરામ બોલ્યા,હે ધર્મિષ્ઠ વણિક! તું હજુ અક્ષય તૃતીયા વ્રતના માહાત્મ્યથી અજાણ છે. આ દિવસે ગંગા સ્નાન કરી, પિતૃ તર્પણ કરી, દયા દાન કરી, ઘડાનું દાન કર. આ દિવસે તું જે કાંઈ પુણ્ય કમાઈશ તેનો કદી ક્ષય નહી થાય. જન્મોજન્મ તારું આ પુણ્ય તને કામ આવશે.
અક્ષય તૃતીયા વ્રતનો આવો અપૂર્વ મહિમાં સાંભળી ઘરમચંદે તરત આ વ્રત કરવાનો દ્દઢ સંકલ્પ કર્યો. વૈશાખ માસની અજવાળી ત્રીજ (અખાત્રીજ) આવતા એણે ગંગા સ્નાન કરી પિતૃ તર્પણ કર્યુ. સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોનામહોરો ભરી, કુંભનું દાન કર્યુ. બ્રહ્મભોજન કરાવી મોં માગી દક્ષિણા આપી. સર્વ સમૃદ્ધિનું દાન કર્યુ.
ઘરમચંદની પત્ની વિલાસવતી પતિને દાન કરતો જોઈ મનોમન ધુંધવાતી રહી. પણ કાંઈ બોલી શકતી ન હતી.
સર્વસ્વનું દાન કરી ઘરમચંદ પૂર્ણ શ્રદ્ધાથી પરશુરામની પૂજા કરી. જવનું ભોજન ખાધું અને આખો દિવસ પરશુરામના ગુણગાન ગાયાં. આ વ્રતના પ્રભાવથી એની સમૃદ્ધિ વધવા માંડી. એ જેમ દાન કરતો તેમ એની સમૃદ્ધિ બમણી થતી હતી.
આ વ્રતના પ્રભાવે બીજા જન્મે ઘરમચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતાં એ રાજા બન્યો. એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ રાખી તો પણ એનો ભંડાર ભરેલો જ રહેતો. દાન-ધર્મથી એણે એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યુલોકમાં સૌ તેને ભગવાન માની પૂજવા લાગ્યા.
મૃત્યુ પછી એ હંમેશના માટે દેવલોકમાં વસ્યો. જ્યારે દાન-પુણ્યથી મનોમન બળતી વિલાસવતી બીજે જન્મે ગરીબના ઘેર અવતરી ખૂબ દુખી રહી. •

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...