AAP સરકારને ઊથલાવવાનો હવે પ્રયત્ન કરાશેઃ કેજરીવાલ

નવી દિલ્હીઃ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શંકા વ્યક્ત કરી છે કે દિલ્હી સરકારને ઊથલાવવાનો પ્રયત્ન થઇ શકે છે. તેમણે વિધાનસભામાં એક આઇબી અધિકારીના રિપોર્ટથી દાવો કર્યો છે કે હિમાચલ પ્રદેશની સરકાર ઊથલાવ્યા બાદ કેન્દ્ર સરકાર દિલ્હી સરકારને ઊથલાવવા ઇચ્છે છે.

તેમણે જાસૂસી અધિકારીઓ દ્વારા મળેલી જાણકારીથી કહ્યું કેજે યોજના બનાવવામાં આવી રહી છે તે મુજબ દિલ્હીના ર૧ સંસદીય સચિવોને (વિધાન સભ્યો) પહેલાં કાઢી મુકાશે. તેના પછી ર૩ વિધાનસભ્યોને ખરીદવાની કોશિશ કરવામાં આવશે, જેની જવાબદારી દેશના મોટા ઉદ્યોગપતિને આપવામાં આવી છે.

કેજરીવાલે ભાજપને પડકાર આપતાં કહ્યું કે તે દિલ્હીમાં ર૩ તો શું એક પણ સભ્યને ખરીદી નહીં શકે. ૪૯ દિવસની સરકાર પછી ભાજપ જ્યારે બીજી સરકાર બનાવવા કોશિશ કરી રહી હતી તે સમયે પણ ચાર વિધાનસભ્યોને ખરીદી શકી ન હતી. ત્યાં ર૩ સભ્યોને કેવી રીતે ખરીદી શકશે?

કેજરીવાલે ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિશાસન લગાવવાના નૈનિતાલ હાઇકોર્ટના નિર્ણયને લઇ નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે વડા પ્રધાને લોકશાહીની હત્યા કરી પહેલાં અરુણાચલ પ્રદેશમાં અને પછી ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિશાસન લગાવ્યું છે. કેન્દ્ર સરકાર દિલ્હીમાં પણ આવું કરવા ઇચ્છે છે.

You might also like