Categories: India

AAPએ રાજીવ ગાંધીનો ભારત રત્ન પુરસ્કાર પરત લેવાની કરી માંગ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ રાજીવ ગાંધીના એક જૂના નિવેદનનો વિરોધ કર્યો છે. નિવેદનનો વિડીયો સામે આવતાં જ પાર્ટી નેતાઓની આકરી પ્રતિક્રિયા જોવા મળી છે. આમ આદમી પાર્ટીએ નિવેદનને સિખોના વિરોધ ગણાવતાં સરકાર પાસે માંગ કરી છે કે રાજીવ ગાંધીને આપવામાં આવેલી ભારત રત્નની ઉપાધિ પરત લેવામાં આવે.

પંજાબમાંથી આમ આદમી પાર્ટીની સીટ પર ચૂંટણી લડવા જઇ રહેલા એચએસ ફુલ્કાએ સરકારને ટ્વિટ પર અપીલ કરી અને કોંગ્રેસના નેતાઓને નિશાન પર લેતાં લખ્યું કે એવા વડાપ્રધાન જે હજારો માસૂમ લોકોની હત્યાને યોગ્ય ગણાવી રહ્યાં છે, તેમનો ભારત રત્ન પરત લેવો જોઇએ.

બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે નિવેદન આપતાં કહ્યું કે ‘ધર્મ પર મરી મટવા માટે હંમેશા તૈયાર, જીવંત અને સાહસી સિખ કોમના 1084ના નૃશંસ નરસંહાર પર તે સમયની કોંગ્રેસ સરકારનું બેશરમ મૌન અને તે સમયેનું રાજીવ ગાંધીનું બેશર્મ નિવેદન, કે ‘એક મોટું ઝાડ પડી જાય છે તો ધરતી હલે છે’ એકદમ શરમજનક હતું.’

કુમાર વિશ્વાસે કોંગ્રેસ નેતાઓને પણ નિશાન પર લેતાં કહ્યું કે ‘સૌથી નિર્લજ્જતા છે આજે કોંગ્રેસના નેતાઓના તે સ્ટેંટમેંટને ફરીથી પ્રચારિત કરવું, આ હકિકતમાં ખૂબ જ નિકૃષ્ટ અને ધૃણિત છે. પોતાના પૂર્વજો દ્વારા અમાનવીય અને અહંકારી કોંગ્રેસ માટે આ નિવેદન ભારે સાબિત થશે. સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી પંજાબમાં સત્તાની જમીન શોધી રહી છે. એવામાં પાર્ટી સિખો સાથે જોડાયેલા કોઇપણ મુદ્દાને રાજકારણમાં ગુમાવવા માંગતી નથી.

admin

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

12 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

13 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

13 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

13 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

13 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

13 hours ago