Categories: Gujarat

‘આપ’ના કન્વીનર સુખદેવ પટેલ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ

અમદાવાદ: આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ કન્વીનર સુખદેવ પટેલને પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ ત્રણ વર્ષ માટે સભ્યપદેથી સસ્પેન્ડ કરાતા ‘આપ’ના કાર્યકરોમાં ખળભળાટ મચી ગયો હતો. ગત એપ્રિલ, ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાનથી ગુજરાત ‘આપ’ના પ્રદેશ કન્વીનર તરીકે કામગીરી સંભાળતા સુખદેવ પટેલની પક્ષમાંથી ત્રણ વર્ષ માટે હકાલપટ્ટી કરાઈ હોવાની જાહેરાત થઈ છે. અમદાવાદ ખાતે ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવ તેમ જ લોકસભાના ઈન્ચાર્જ, ઝોનલ પ્રભારીઓની મહત્ત્વપૂર્ણ બેઠક થઈ હતી. જેમાં સુખદેવ પટેલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો.

‘આપ’ના મીડિયા સંયોજક તરીકે હર્ષિલ નાયકની નિમણૂક કરાઈ છે. તેમની સાથે જિગ્નેશ મેવાણી, આશુતોષ પટેલ, મનોજ સોરઠિયા, સાદિન હસન અને જયદીપ પંડ્યાનો મીડિયા ડિબેટ પેનલમાં સમાવેશ કરાયો છે. ગુજરાત એકમની સોશિયલ મીડિયા અને આઈટીની જવાબદારી સાહિન હસન તેમ જ લીગલ વિભાગની જવાબદારી એડવોકેટ પ્રવિણ ઠક્કરને સોંપાઈ છે.

દરમિયાન મીડિયા સંયોજક હર્ષિલ નાયકે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ૨૦ ડિસેમ્બરથી ‘આપ’ ગુજરાતમાં પચાસ રેલી કરશે. આ તમામ રેલીઓમાં સ્થળ અને સમયની જાણકારી ટૂંક સમયમાં પક્ષ દ્વારા અપાશે. આ ઉપરાંત વિધાનસભા ઈન્ચાર્જને માર્ગદર્શન આપી પ્રત્યેક વીસ બુથ ઉપર સર્કલ ઈન્ચાર્જની નિમણૂક કરાશે.

divyesh

Recent Posts

બાળકો પીઠના દર્દની ફરિયાદ કરે તો માતા-પિતા સાવધ થઈ જાય

બાળકો પીઠના દર્દની ફરિયાદ કરે તો માતા-પિતા સાવધ થઈ જાય બાળકો જો વારંવાર પીઠમાં દુખાવાની ફરિયાદ કરે તો તેમનાં માતા-પિતાએ…

3 mins ago

BSPHCLમાં ઘણી બધી Post માટે પડી છે VACANCY, જલ્દી કરો APPLY

બિહાર સ્ટેટ પાવર હોલ્ડિંગ કંપની લિમિટેડ (BSPHCL)માં ઘણી જગ્યાઓ માટે અરજી મંગાવામાં આવી છે. આ ભરતીમાં આસિસ્ટેન્ટ ઓપરેટર, જૂનિયર લાઇનમેન,…

1 hour ago

અમિત શાહ છત્તીસગઢની ચૂંટણીલક્ષી મુલાકાતે, 14 હજાર કાર્યકર્તાઓને કરશે સંબોધન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજરોજ રાયુપરની મુલાકાતે પહોંચી રહ્યાં છે. અમિત શાહ સવારે 11 વાગ્યાની આસપાસ રાયપુર પહોંચ્યા બાદ…

2 hours ago

મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા હડતાળની ચીમકીનો મામલો, અનેક શહેરોના સંગઠનોનું સમર્થન નહીં

આજરોજથી મધ્યાહન ભોજપનના કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવાની આપવામાં આવેલી ચીમકીને લઇને રાજ્યના મધ્યાહન ભોજન કર્મચારી સંઘે તેનો વિરોધ કર્યો છે.…

2 hours ago

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

13 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

14 hours ago