Categories: Entertainment

‘આંખે’ની સિક્વલ બનાવવાની લડાઈઃ રાઇટ્સની ‘ડેન્જરસ ગેમ’ કોણ જીતશે?

બોલિવૂડમાં કોઇ ફિલ્મની સિક્વલ બનાવવાની જાહેરાત થાય એ આમ તો ખૂબ સામાન્ય વાત છે, પરંતુ વર્ષ-ર૦૦રની થ્રિલર ‘આંખે’ની સિક્વલ બનાવવી ખતરનાક ચેલેન્જ બની ગઇ છે. આખરે એક ફિલ્મની સિક્વલ બનાવવાની આ લડાઇએ આટલું વરવું સ્વરૂપ કેમ ધારણ કર્યું અને રાઇટ્સની ગેમ રમવામાં ખરેખર કોણ ‘ગેમ’ કરી ગયું તે જાણવા થોડા ફ્લેશબેકમાં જવું પડશે.

પ એપ્રિલ, ર૦૦રના રોજ દેશભરમાં રિલિઝ થઇ વિપુલ અમૃતલાલ શાહ દિગ્દ‌િર્શત ‘આંખે’ ફિલ્મ. ગૌરાંગ દોશી આ ફિલ્મના નિર્માતા હતા. એક સનકી બેન્ક મેનેજર પોતાના અપમાન અને હકાલપટ્ટીનો બદલો લેવા માટે ત્રણ અંધ લોકોની મદદથી બેન્ક લૂંટવાનો ફૂલપ્રૂફ પ્લાન બનાવે તેવી થ્રિલિંગ લાઇન આધારિત આ ફિલ્મનો પાયો ગુજરાતી નાટક ‘આંધળો પાટો’ હતું, જે ખુદ વિપુલ શાહે જ ડિરેક્ટ કર્યું હતું.

અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર, પરેશ રાવલ, અર્જુન રામપાલ, સુસ્મિતા સેન, આદિત્ય પંચોલી જેવા દિગ્ગજ કલાકારોના દમદાર અભિનય, ચુસ્ત ‌સ્ક્રિપ્ટવાળી ફિલ્મ દર્શકોને ખૂબ ગમી. ચાર વર્ષ બાદ ‘આંખે’ની સિક્વલ બનાવવાનું નક્કી થયું, પણ ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ની જેમ પહેલા દિવસે જ ડિરેક્ટર વિપુલ શાહ અને નિર્માતા ગૌરાંગ જોશી વચ્ચે ‘ક્રિયે‌િટવ’ મતભેદ સર્જાવા લાગ્યા. હકીકતમાં વિપુલ શાહે તો ‘આંખે’ની રિલીઝ પછી તરત જ સિક્વલ પર કામ શરૂ કરી દીધું હતું!

હવે ડિરેક્ટરની ખુરશી પર બેસવા માટે પસંદગી થઇ જાણીતા અભિનેતા સચીન (અખિયોં કે ઝરોખો સે ફેમ)ની. બિગ બીની તબિયત એ જ અરસામાં કથળી અને ફિલ્મ પ્રિ-પ્રોડક્શનના સ્ટેજથી આગળ જ ન વધી  શકી. મે-ર૦૧૩માં એવી જાહેરાત થઇ કે ઇરોઝ ઇન્ટરનેશનલ અને રાજતરુ સ્ટુડિયોઝ સાથે મળીને આંખેની સિક્વલ બનાવશે, જેનું ડિરેક્શન બચ્ચન પરિવારની નજીકના ગણાતા અપૂર્વ લાખિયા કરશે. એ વાત પણ જોકે આગળ વધી શકી નહીં. રહસ્યમય રીતે ઓચિંતા આ વર્ષના માર્ચના મધ્યાહ્ને ડિરેકટર અનીસ બઝમીએ જાહેરાત કરી, તેઓ ‘આંખે-ર’ની સ્ક્રિપ્ટ લખી રહ્યા છે.

બસ, અહીંથી વિવાદ શરૂ થયો. રાજતરુ સ્ટુડિયોઝના માલિક રાજીવ રાજતરુ અને તરુણ અગ્રવાલે દાવો કર્યો કે ફિલ્મના નિર્માતા ગૌરાંગ દોશીએ તો આ ફિલ્મની સિક્વલના તમામ રાઇટ્સ ‘રાજતરુ’ને વેચી દીધા છે. બોમ્બે હાઇકોર્ટમાં કોપીરાઇટના ઉલ્લંઘન ઉપરાંત ફિલ્મના નિર્માણ સામે સ્ટેની માગણી કરતી પિટિશન પણ દાખલ થઇ.

હકીકતમાં નિર્માતા ગૌરાંગ દોશીએ રાજતરુ સાથે હાથ મિલાવીને જોઇન્ટ વેન્ચર (સંયુક્ત સાહસ)ના રૂપમાં ‘આંખે-ર’ બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ સમય વીતવા છતાં ફિલ્મની સિક્વલનું કામ આગળ વધ્યું ન હતું. આથી ર૦૧રમાં કંટાળીને દોશીએ આખરે તેમનો રાજતરુ સાથેનો એગ્રીમેન્ટ તોડી નાખ્યો.

‘આંખે-ર’માં અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, અનીસ બઝમી જેવાં મોટાં નામ જોડાયાં છે અને દિવાળી-ર૦૧૭ની આ સૌથી મોટી રિલીઝ ગણાય છે ત્યારે હકની આ લડાઇ કોણ જીતશે તેના પર સમગ્ર બોલિવૂડની નજર છે. •

divyesh

Recent Posts

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

8 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

9 hours ago

રાજકોટ ખાતે વડોદરા PSIનાં આપઘાત મામલે કરણીસેનાનો ઉગ્ર વિરોધ

રાજકોટઃ વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ…

10 hours ago

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ 'ડેઈ તોફાને' હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને…

11 hours ago

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

12 hours ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

13 hours ago