IIT પછી હવે રેલવેની પરીક્ષામાં આધાર કાર્ડ જરૂરી, રેલવે ભર્તી બોર્ડનો આદશે

નવી દિલ્લી: દેશમાં આધાર કાર્ડની જરૂરિયાતને લઈને સુપ્રિમ કોર્ટમાં ભલે સુનાવણી ચાલી રહી હોય. પરંતુ કેન્દ્ર સરકાર એક પછી એક નવી રીતોથી આધાર કાર્ડને લાગુ કરતી જઈ રહી છે. પહેલા આઈઆઈટીની પરીક્ષામાં આધાર કાર્ડ જરૂરી બનાવવામાં આવ્યો અને હવે એમ્સમાં ઇલાજને લઈને આધાર કાર્ડ સંબંધિત નિયમ બનાવવામાં આવ્યો. હવે આધાર કાર્ડની જરૂરિયાત શરૂ થઈ ગઈ છે.

હવે સરકારે રેલવેની પરીક્ષામાં આધાર કાર્ડ બતાવવું જરૂરી બનાવી દીધું છે. રેલવે ભર્તી બોર્ડ લીચી બગાન, મુજ્જફરપુર, બિહારમાં નવા નિયમો પ્રમાણે રેલવે ભર્તી બોર્ડે આ નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં લેવાનારી તમામ રેલવે ભરતી પ્રમાણે આવેદકે આવેદન પત્ર બતાવવું પડશે. સાથે જ રેલવે ભર્તી બોર્ડે ભવિષ્યમાં અરજી કરનારા લોકોને સલાહ આપતા કહ્યું કે જે લોકો ભવિષ્યમાં અરજી કરશે તેઓ તમામને આધાર કાર્ડ મેળવવું પડશે.

You might also like