આધારકાર્ડ સરકારી યોજનાઓમાં ૩૧ માર્ચ સુધી કરાવી શકાશે લિંક

0 0

ન્યૂ દિલ્હીઃ આધારકાર્ડ મામલે કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય લોકો માટે રાહતનાં સમાચાર આપવામાં આવ્યાં છે. હવે આધારકાર્ડને લઇ જુદી-જુદી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે હવે આધારને 31 માર્ચ 2018 સુધી લિંક કરાવી શકાશે. જો કે આ મામલે કેન્દ્ર સરકાર અધિસૂચના જાહેર કરી આધારની અનિવાર્યતાની ડેડલાઈન વધારવામાં આવશે.

જો કે સરકારે આ મામલે વધુ સ્પષ્ટતા કરી છે કે હવે આધારકાર્ડ 31 માર્ચ સુધી એવાં લોકો લિંક કરાવી શકશે કે જેની પાસે 31 ડિસેમ્બર સુધી આધારકાર્ડ ના હોય. સરકારે ગુરૂવારનાં રોજ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધારકાર્ડની અનિવાર્યતાને પડકારનાર અરજીઓને લઇ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી દરમિયાન આ અંગે રજૂઆત કરી હતી.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ અરજદારોને જણાવ્યું કે,”આવતા સપ્તાહે કોર્ટ આ બાબતે અંતિમ રાહત મેળવવા માટે દાખલ કરવામાં આવેલ અરજી પર સુનાવણી કરશે અને 5 સભ્યોની સંવિધાન પીઠ બનાવશે.

એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે પણ સરકારનો પક્ષ રજૂ કરતા કહ્યું કે,”સરકાર આધારકાર્ડ લિંક કરવાની સમય મર્યાદામાં વધારો કરવા જઇ રહી છે અને તેને 31 માર્ચ સુધી કરવામાં આવી રહી છે.”

loading...

Leave A Reply

Your email address will not be published.