Categories: Special Story

ઉ. કોરિયા પર પ્રતિબંધ નહીં લાદવાની ખાતરી સાથેની જોંગ-ટ્રમ્પની બેઠક ફળદાયી રહેશે?

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આનાકાની કર્યા બાદ આખરે ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સાથે બેઠક કરવા તૈયાર થઇ ગયા છે. હવે બંને નેતાઓ પૂર્વ નિર્ધારિત સમયે અને સ્થળે મુલાકાત કરશે એટલે કે ટ્રમ્પ અને કિમની મુલાકાત સિંગાપોર ખાતે જ ૧ર જૂનના રોજ યોજાશે.

આ અંગે હવે સત્તાવાર જાહેરાત થઇ ચૂકી છે. વ્હાઇટ હાઉસમાં ઉત્તર કોરિયાના વરિષ્ઠ અધિકારી કિમ યોંગ ચોલને મળ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગ સાથે સિંગાપોરમાં ૧ર જૂને યોજાનારી પોતાની મુલાકાતને સમર્થન આપ્યું હતું.

દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે હાલ ઉત્તર કોરિયા પર કોઇ નવા પ્રતિબંધ લગાવીશું નહીં. આ સાથે તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેમની પાસે નવા પ્રતિબંધ લાદવાની દરખાસ્ત તૈયાર છે, પરંતુ જ્યાં સુધી ૧ર જૂને કિમ જોંગ સાથે બેઠક સંપન્ન થશે નહીં ત્યાં સુધી ઉત્તર કોરિયા પર કોઇ નવા પ્રતિબંધ લગાવવામાં આવશે નહીં તેવી ખાતરી સાથે મળનારી બેઠક ફળદાયી રહેશે કે કેમ તે અંગે અટકળો ચાલી રહી છે.

દરમિયાન એવું જણાવવામાં આવે છે કે ઉત્તર કોરિયાના વરિષ્ઠ અધિકારી કિમ યોંગ ચોલ પહેલાં અમેરિકાના વિદેશ પ્રધાન માઇક કોમ્પીયોને મળ્યા હતા અને ત્યાર બાદ તેઓ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા પહોંચી ગયા હતા.

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગે પોતાના નિકટના અધિકારી કિમ યોંગ ચોલ સાથે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક પત્ર મોકલ્યો હતો અને આ પત્ર વાંચતાંની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ સિંગાપોરમાં પૂર્વ નિર્ધારિત સમયે અને તારીખે કિમ જોંગને મળવા તૈયાર થઇ ગયા હતા.

કિમ યોંગ ચોલ વ્હાઇટ હાઉસથી રવાના થયા બાદ ટ્રમ્પે તાત્કાલિક જાહેરાત કરી હતી કે અમે ૧ર જૂને કિમ જોંગને સિંગાપોરમાં મળવા જઇ રહ્યા છીએ. આ આખરે એક સફળ પ્રક્રિયા સંપન્ન થશે. દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે હાલ ઉત્તર કોરિયા પર કોઇ નવા પ્રતિબંધ લગાવીશું નહીં.

આ સાથે ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે તેઓ પાસે નવા પ્રતિબંધ લાદવાની દરખાસ્ત તૈયાર છે, પરંતુ જ્યાં સુધી ૧ર જૂને કિમ જોંગ સાથે બેઠક સંપન્ન થશે નહીં ત્યાં સુધી ઉત્તર કોરિયા પર કોઇ નવા પ્રતિબંધ લગાવવામાં આવશે નહીં, ઉત્તર કોરિયાના વરિષ્ઠ અધિકારી સાથે તેમની બેઠક અપેક્ષા કરતાં વધુ લાંબો સમય ચાલી અને આ બેઠક ફળદાયી રહી હતી.

ટ્રમ્પના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયા સાથે ૧ર જૂને યોજાનારી ઐતિહાસિક બેઠક એક શુભ શરૂઆત છે અને એ જ દિવસે એક નવી પ્રક્રિયા શરૂ થશે. નોંધનીય છે કે, ગયા મહિને જ ટ્રમ્પે એક ટ્વિટ કરીને કિમ જોંગ સાથેની મુલાકાતની તારીખ અને જગ્યા નક્કી કરી હતી. જોકે ગયા સપ્તાહે પછી ઉત્તર કોરિયાના ભડકાઉ વલણની વાત કરીને તેમણે આ નક્કી કરેલી મીટિંગ રદ કરી હતી.

કિમના ખાસ અને ઉત્તર કોરિયાના અગ્રણી અધિકારી કિમ યોંગ-ચોલ અમેરિકા પહોંચ્યા હતા. અહીં તેમણે વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. એવું માનવામાં આવે છે કે તેઓ કોઈ પણ રીતે કિમ અને ટ્રમ્પની મુલાકાત ફાઈનલ થાય તે માટે અમેરિકા આવ્યા હતા.

વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પને મળ્યા પછી કિમ યોંગને તેમણે તાનાશાહના હાથનો પત્ર આવ્યો હતો. ત્યારપછી અમેરિકી રાષ્ટ્રપતિએ મીડિયા સામે કિમ સાથેની મુલાકાતની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે,આ મુલાકાત થશે તો આ અમેરિકી રાષ્ટ્રપતિ અને ઉત્તર કોરિયાના અગ્રણી નેતા વચ્ચેની પહેલી મુલાકાત થશે.

અગાઉ ૧૦ મેના રોજ રાષ્ટ્રપતિએ સૌથી પહેલા ટ્વિટ કરીને તાનાશાહ કિમને સિંગાપોરમાં મળવાની વાત કરી. આ જ મેસેજમાં તેમણે મીટિંગની તારીખનો પણ ઉલ્લેખ કર્યો હતો. બાદમાં ૧૬મી મેએ ઉત્તર કોરિયાએ અમેરિકાને સમિટમાંથી પાછળ હટવાની ધમકી આપી.

સરકારી મીડિયામાં ચાલેલા અમુક અધિકારીઓના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમેરિકી એક તરફી રીતે ઉત્તર કોરિયા પર કાર્યવાહી કરી રહ્યું છે અને તેથી જ તાનાશાહની હાલ લિબિયામાં ગદ્દાફી જેવી હાલત છે. આ અગાઉ ૨૪ મેએ ટ્રમ્પે પત્ર જાહેર કરીને સમિટને રદ કરી દીધી. તેમણે આ માટે ઉ.કોરિયાના ભડકાઉ નિવેદને જવાબદાર ગણાવ્યું હતું.

divyesh

Recent Posts

ફરી આવ્યો ફલેયર્ડ જીન્સનો ટ્રેન્ડ, બોલિવુડની Actresses કરી રહી છે ફોલો

થોડા થોડા સમયે જીન્સનો ટ્રેન્ડ બદલાયા કરે છે. ક્યારેક હાઇ વેસ્ટ તો ક્યારેક લો વેસ્ટ અને ત્યાર બાદ સ્કીન ટાઇટ…

4 mins ago

બિગ બોસ: અનૂપ જલોટા કલાસિક રિયાઝમાં, જસલીન ‘ચલતી હે ક્યા નૌ સે બારાહ’ ગાતા જોવા મળી

બિગબોસમાં પોતાને ભજન સમ્રાટ અનૂપ જલોટાની શિષ્યા તેમજ પાર્ટનર બતાવીને આવેલ જસલીન રિયાઝ કરવાને બદલે મસ્તી કરતી જોવા મળી. શૉના…

31 mins ago

વિધાનસભાના ચોમાસા સત્રનો અંતિમ દિવસ, ભાજપ દ્વારા ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા આદેશ

આજે વિધાનસભાના સત્રના અંતિમ દિવસે સરકાર 6 સરકારી વિધેયક રજૂ કરશે. વિધાનસભાના ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ છે. સવારે 9.30થી…

1 hour ago

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા પાઇપલાઇન અને રેલ્વે પ્રોજેક્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની PM શેખ હસીનાએ મંગળવારનાં રોજ સંયુક્ત રૂપથી ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઇપલાઇન અને ઢાકા-ટોંગી-જોયદેબપુર રેલ્વે…

11 hours ago

NASAનાં ગ્રહ ખોજ અભિયાનની પ્રથમ તસ્વીર કરાઇ રજૂ

વોશિંગ્ટનઃ નાસાનાં એક નવા ગ્રહનાં શોધ અભિયાન તરફથી પહેલી વૈજ્ઞાનિક તસ્વીર મોકલવામાં આવી છે કે જેમાં દક્ષિણી આકાશમાં મોટી સંખ્યામાં…

12 hours ago