OMG! દુબઈમાં તૈયાર થઈ રહેલી બુર્જ ખલિફાથી પણ ઊંચી ઇમારત

દુબઈ:  વર્તમાન સમયમાં દુબઈ સ્થિત બુર્ઝ ખલિફા દુનિયાની સૌથી ઊંચી ઈમારત છે પણ તે આ રેકોર્ડ ટૂંક સમયમાં તેની પાસેથી છીનવાઈ જશે. તમને જાણીને નવાઈ લાગશેે પણ આ રેકોર્ડ ફરી એકવાર દુબઈના નામે જ થવાનો છે. આ ઉપરાંત સાઉદી અરેબિયા કિંગડમ હોલ્ડિંગ જિદ્દાહમાં એક ટાવરનું નિર્માણ કરી રહ્યું છે જે ન માત્ર બુર્ઝ ખલિફાથી ઊંચું હશે જે અનેક વિવિધતાઓથી પણ ભરપૂર હશે. દુબઈની આ નવી બિલ્ડિંગ એફિલ ટાવરના આકારમાં બનાવવામાં આવશે.

આ નવી ઈમારતમાં અનેક પ્રકારની ખાસિયતો જોવા મળશે જેમ કે, ફરતા ગાર્ડન, ફરતી બાલ્કની વગેરે. તેને દુબઈ ક્રિકની વચ્ચોવચ બનાવવામાં આવશે. દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ ‘ધ ટાવર’નું કન્સ્ટ્રકશન દુબઈના ક્રિક હાર્બરમાં શરૂ થઈ ગયું છે. જે આગામી ૨૦૨૦ સુધીમાં તૈયાર થઈ જશે અને દુનિયાની સૌથી ઈમારતથી ૧૦૦ મીટર ઊંચી હશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બુર્ઝ ખલિફાની ઊંચાઈ ૮૨૮ મીટર છે.

દુબઈના શાસક, યુએઈના પીએમ અને વાઈસ પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન રાશિન અલ મખતૂલે આ પ્રોજેકટને ગ્રીન સિગ્નલ આપી દીધું છે. આ ગગનચુંબી ઈમારતને બનાવવામાં આશરે ૬૭૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. દુનિયામાં સૌથી ઊંચી બિલ્ડિંગનું નામ ‘ધ ટાવર’રાખવામાં આવશે. દુબઈની મોટી ડેવલપર એમ્મામર પ્રોપર્ટીઝે આ ઈમારત બનાવવાની જાહેરાત કરી છે. તેને બનાવવા માટે ૨.૩ સ્કવેર માઈલની જગ્યાની જરૂર પડશે.આ નવી ઈમારત વિશ્વના અનેક દેશો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

You might also like