BRTSના જનમિત્રકાર્ડ માટે આધારકાર્ડ ફરજિયાત નથી

અમદાવાદ: ગઇ કાલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજથી એક મહિના સુધી નાગરિકોને બીઆરટીએસના જનમિત્રકાર્ડ મફત અપાશે તેવી જાહેરાત કરી હતી. મ્યુનિસિપલ સત્તાધીશો દ્વારા ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે તંત્રમાં કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવાની દિશામાં આવો મહત્ત્વનો નિર્ણય કરતાં ઉતારુઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. આ ઉપરાંત જનમિત્રકાર્ડ કઢાવવા માટે ઉતારુ માટે આધારકાર્ડ પણ ફરજિયાત નથી.

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ગઇકાલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જનમિત્રકાર્ડ કઢાવવા માટે જે તે ઉતારુએ ઓળખ માટે આધારકાર્ડનો પુરાવો આપવો ફરજિયાત નથી. પોતાની ઓળખ તરીકે વોટરકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ વગેરે પણ આપી શકાશે.

કમિશનર વિજય નહેરાની જાહેરાતના પગલે ઉતારુને વ્યકિતગત ફોટા સાથેના રૂ.૭પના જનમિત્રકાર્ડ અને સાદા ફોટા વગરના કાર્ડ માટે રૂ.પ૦ની ચૂકવણી આગામી તા.૩૦ સપ્ટેમ્બર સુધી કરવાની રહેશે નહીં, પરંતુ તદ્દન મફતમાં કાર્ડ અપાશે. જોકે જનમિત્રકાર્ડની ઘરે બેઠા ડિલિવરી પેટે રૂ.રપ ચૂકવવાના રહેશે.

જાણકાર સૂત્રો કહે છે કે અત્યાર સુધી બીઆરટીએસના ૬૩,૦૦૦ ઉતારુએ જનમિત્રકાર્ડ કઢાવ્યા છે. બીઆરટીએસના જનમિત્રકાર્ડધારકને ભાડામાં ૧૦ ટકા અને વિદ્યાર્થીઓને ૪૦ ટકા રાહત આપવાની પણ જાહેરાત કરાઇ છે.

દરમિયાન એએમટીએસ સત્તાવાળાઓ દ્વારા આજથી બીઆરટીએસ કોરિડોરમાં વધુ સાત રૂટની વધુ પપ બસને દોડતી કરવાની જાહેરાત કરાઇ છે. રૂટ નં.ર૮, ર૮ શટલ, રર/૧, ૪૬, ૪૭, ૯૬, ૧ર૮ અને ૧૩પ આજથી જ્યાં બીઆરટીએસ કોરિડોર હશે ત્યાં કોરિડોરમાંથી અને જ્યાં બીઆરટીએસ કોરિડોર નથી ત્યાં મિકસ ટ્રાફિકમાંથી સંચાલિત થશે.

divyesh

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

3 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

3 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

3 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

3 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

4 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

4 hours ago