OMG! જાપાનમાં જૂતાંમાંથી વાસ ખેંચી લેતું મશીન બનાવાયું

ટોકિયો: જાપાનમાં એક એવું મશીન લોન્ચ કરાયું છે જે જૂતાંમાંથી વાસને ખેંચી લે છે. તેની શૂ ડિઓડોરિઝર નામ આપવામાં આવ્યું છે. આ પ્રક્રિયા માટે મશીનને કમસે કમ પાંચ કલાક સુધી જૂતાં પર ફિટ કરીને રાખવું પડે છે. આ મશીન ર૦ સપ્ટેમ્બરથી ઉપલબ્ધ બનશે. જોકે શરૂઆતમાં તે માત્ર જાપાનમાં જ મળશે.

આ ડિવાઇસનું નામ એમએસડી-૧૦૦ રાખવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ આ મશીન નાના વેકયુમ ક્લિનરની જેમ હોય છે, પરંતુ તેની રફતાર ધીમી હોય છે. ઉપયોગ કરવા માટે તેને જૂતાંના ખુલ્લા ભાગ પર ટોપીની રાખવું પડેે છે. કંપનીનો દાવો છે કે એક વાર ચાર્જ કર્યા બાદ આ મશીન ત્રણ ચાર વાર ઉપયોગમાં લઇ શકાશે અને જૂતાંથી દરેક પ્રકારની બદબૂ દૂર થઇ શકશે.

કંપનીના જણાવ્યા મુજબ જો જૂતાંમાંથી વધુ વાસ આવતી હોય તો તેમાં સાત કલાકના ટાઇમિંગવાળો મોડ અપાયો છે. હજુ તેની કિંમતનો ખુલાસો થયો નથી. કંપની શરૂઆતમાં દર મહિને માત્ર ૧,૦૦૦ પિસ જ બનાવશે.

You might also like