OMG! સાવધાન, જો રેસ્ટોરન્ટમાં જશો ટોયલેટ તો ભરવું પડશે GST

હવે રેસ્ટોરન્ટમાં ટોયલેટ જવું પડશે ભારે

0 69

અહીં અમે જે ઘટનાની વાત કરીએ છીએ તે ઘટના કોઇ મજાક નથી પરંતુ આ એક હકીકત છે. કે જેનો સામનો તમિલનાડુમાં રહેનાર એક શખ્સે કર્યો છે. તે શખ્સને એક રેસ્ટોરન્ટ માલિકે તેને ટોયલેટ જવા પર જીએસટી જોડીને બિલ આપ્યું દીધું હતું.

તમે ક્યારેક બહાર ફરવા જતા હોવ ત્યારે તમને ટોયલેટની આવશ્યકતા તો જરૂરથી રહેતી હોય છે. પરંતુ જો તમને ટોયલેટ ના મળે તો આપ એવા સમયે શું કરશો. તો શક્ય છે ત્યાં સુધી આપ એવી આપાત સ્થિતિમાં કોઇ રેસ્ટોરન્ટનો ઉપયોગ જરૂરથી કરી શકો.

આ જ કારણોસર કેટલીક રાજ્ય સરકારે એક નિયમ બનાવ્યો છે કે સાર્વજનિક સ્થાન પર મહિલાઓ અથવા બાળકો મફ્તમાં કોઇ હોટલ અથવા તો રેસ્ટોરન્ટનાં ટોયલેટનો ઉપયોગ કરી શકે.

કદાચ તમે સૌ કોઇ એવું જાણતા હશો કે સાર્વજિનક શૌચાલયમાં તો નાણાં જરૂરથી લેવામાં આવે છે પરંતુ કોઇ રેસ્ટોરન્ટ ટોયલેટનો ઉપયોગ કરતા જો નાણાં લેવામાં આવે અને એમાંય પાછું જીએસટી જોડીને જો બિલ બનાવવામાં આવે તો આપ શું કરશો.

આ સાંભળવામાં તમને કદાચ વિશ્વાસ નહીં આવે પરંતુ આ એક વાસ્તવિક ઘટના છે. આ અનોખી ઘટના તમિલનાડુનાં ઇરોડની છે અને આ ઘટનાનો શિકાર થનાર યુવક કે જેને આ બિલની ઇમેજ પણ અપલોડ કરી છે.

10 રૂપિયાનું મળ્યું બિલઃ
તમને અહીં આપેલ ફોટામાં સ્પષ્ટ દેખાઇ આવશે કે આ બિલમાં ટોયલેટ ઉપયોગ કરવા માટે 10 રૂપિયા માંગવામાં આવ્યાં હતાં. ને સાથે એમાંય મજેદાર એક એવી વાત એ છે કે 50 પૈસા પાર્સલ અને 226 પૈસા સ્ટેટ જીએસટી અને 26 પૈસા સેન્ટર જીએસટી પણ બિલમાં શામેલ છે.

ઉપરથી એ પણ સમજમાં નથી આવી રહ્યું કે આખરે પાર્સલ ચાર્જ શેનો લેવામાં આવ્યો. આ બિલને જોયાં બાદ સોશિયલ મીડિયા પર ફની પ્રતિક્રિયાઓની ભરમાર લાગી ગઇ છે. એમાંય બેસ્ટ બાબત એ છે કે બિલમાં ફરીથી આવવાની પણ વાત કરવામાં આવી છે.

loading...

Leave A Reply

Your email address will not be published.