G-mailમાં હવે જોવાં મળશે એક નવું ફીચર, આપોઆપ મેઇલ થઈ જશે Delete

ન્યૂ દિલ્હીઃ ગૂગલે આ વર્ષની શરૂઆતમાં જ પોતાની મેઇલ સર્વિસ જી-મેઇલમાં કેટલાક નવા ફેરફાર કર્યા છે. હવે ગૂગલે પોતાની એન્ડ્રોઇડ અને આઇઓએસ એપ્સમાં એક નવું ફીચર જોડી દીધું છે. જી-મેઇલ વેબ માટે અગાઉથી જારી કરવામાં આવેલ કોન્ફિડેન્શિયલ મોડ નામનાં આ ફીચરને હવે જી-મેઇલ એપમાં પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ ‌ફીચર ચાલુ કર્યા બાદ જો યુઝર કોઇને મેઇલ મોકલશે તો નિર્ધારિત સમય બાદ આપોઆપ ડિલીટ થઇ જશે એટલે કે જો તમે ઇચ્છતા હો કે કોઇ સ્પેશિયલ મેઇલ કોઇ વ્યકિતના ફોનમાં એક દિવસ સુધી અથવા નિશ્ચિત સમયમર્યાદા સુધી રહે તો આ ફીચર દ્વારા આવું શકય બનશે.

આ ફીચર જી-મેઇલનાં એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને એપ્લિકેશનમાં આવી ગયો છે. આ માટે આપને એપ અપડેટ કરવાની પણ જરૂર નહીં રહે. ગૂગલ તેને એક સર્વર સાઇટ અપડેટ દ્વારા દરેક ફોનમાં અપડેટ કરી રહ્યું છે. આ મોડ યુઝરને કંપોઝ કરતી વખતે જોવા મળશે.

આ માટે જી-મેઇલ ઓપન કરવાથી ઉપર જમણી બાજુ અને ટેબ પર ક્લિક કરવાથી આ ઓપ્શન દેખાશે. તેના પર ‌િકલક કરીને તમે મેઇલના ડિલીટ થવાનો સમય સેટ કરી શકો છો. આ સમય એક દિવસ, એક અઠવાડિયાથી લઇને પાંચ વર્ષ સુધીનો હોઇ શકે છે.

You might also like