OMG! આ શખ્સે બનાવ્યો રેકોર્ડ, એકસાથે 13 પત્નીઓને કરી પ્રેગનેન્ટ!

આ દુનિયામાં જાતભાતના અને ગજબના રેકોર્ડ બનાવનારા લોકોની કમી નથી. તમે પણ વિચિત્ર પ્રકારના વર્લ્ડ રેકોર્ડ વિશે સાંભળ્યું હશે, પરંતુ અમે એક શખ્સનો તમને એવો રેકોર્ડ જણાવીશું કે તમે જાણીને હસી પડશો અને ચોંકી પણ જશો.

અમે એવા શખ્સની વાત કરી રહ્યા છીએ, જેણે 13 યુવતીઓ સાથે લગ્ન કર્યાં છે અને આ 13 પત્નીઓ એકસાથે પ્રેગનેન્ટ પણ છે. આ તસવીરે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે.

જો કે આ 13 મહિલાઓને કોઈ અફસોસ નથી. તે તમામ પત્નીઓ પોતાના એકમાત્ર પતિથી ખુશ છે અને બધા એકસાથે જ રહે છે. બધા એકબીજાનું ધ્યાન પણ રાખે છે. જો કે આ તમામ મહિલાઓ એકસાથે ગર્ભવતી છે, તે ખરેખર આશ્રર્યંજનક છે.

આ તમામ મહિલાઓના ગર્ભધારણ વચ્ચે 1 થી 5 મહિનાનું અંતર છે. જો કે સવાલ એ છે કે જ્યાં પતિઓ પોતાની એક પત્નીને સંભાળી શકતા નથી અને બાળકો માટે ફેમિલિ પ્લાનિંગ કરતા પહેલા પણ અનેક વખત વિચારે છે, પરંતુ આ શખ્સની 13 પત્નીઓ એકસાથે ગર્ભવતી છે, એટલે કે તેના બાળકો પણ માત્ર થોડા મહિનાઓના અંતરમાં જ જન્મ લેશે.

You might also like