OMG! ચાલતી એમ્બ્યુલન્સે “Dead body” થઇ જીવિત, જાણો પછી શું થયું….

રેલ્વે કર્મચારી જે રેલ્વે યાત્રીને મૃત્યુ પામનાર સમજીને એમ્બ્યુલન્સમાં લઇ જઇ રહ્યાં હતાં તે અચાનક જ એમ્બ્યુલન્સમાંથી કૂદીને ભાગી ગયો. આ દેખીને રેલ્વે કર્મી ચોંકી ઉઠ્યાં.

યાત્રીને રાજ્યરાની એક્સપ્રેસમાંથી ઉતારવામાં આવ્યા હતાં. આ ઘટનાને લઇ રાજ્યરાની એક્સપ્રેસ અંદાજે ડોઢ કલાક સુધી કહેલિયા સ્ટેશન પર ઊભી રહી હતી.

આ સિવાય ડુપ્લીકેટ, ત્રિવેણી જેવી વગેરે ગાડીઓને પણ રસ્તામાં રોકવામાં આવી. કહેલિયા સ્ટેશન માસ્ટરનાં જણાવ્યા અનુસાર સોમવારને રાજ્યરાની એક્સપ્રેસ (22454) અંદાજે ચાર કલાક મોડી હતી.

બપોરનાં અંદાજે 12 કલાકે ગાડી શાહજહાંપુર પહોંચી ત્યારે જ કોઇએ રેલ્વે કંટ્રોલ રૂમને સૂચના આપવામાં આવી કે કોચ બી-1માં એક યુવક મૃત અવસ્થામાં પડેલ છે.

આ સૂચના મળતાં જ રેલ્વેમાં ખલબલી મચી ગઇ. ગાડીને તત્કાલ કહેલિયા સ્ટેશન પર રોકી રાખવાનો આદેશ અપાયો. આરપીએફ, જીઆરપી અને રેલ્વે ઓફિસર કહેલિયા સ્ટેશન પહોંચ્યાં.

અંદાજે ડોઢ કલાક બાદ 108 એમ્બ્યુલન્સ ત્યાં સ્ટેશન નજીક પહોંચી. ત્યાર બાદ આ યુવકને ટ્રેનમાંથી ઉતારીને એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર પર સૂવાડવામાં આવ્યાં.

કાગળની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ચાલક એમ્બ્યુલન્સ લઇને જઇ જ રહ્યો હતો કે તે યુવક સ્ટ્રેચર પરથી ઉઠીને ઊભો થઇ ગયો અને ચાલતી એમ્બ્યુલન્સમાંથી કૂદી ગયો.

જીઆરપી અને આરપીએફે ઘણી બધી શોધખોળ કરી પરંતુ તે યુવકનાં વિશે કંઇ જ માલૂમ ન થયું. બાદમાં તપાસ કરતા માલૂમ પડ્યું કે તે યુવક બેહોશ હતો. કોઇએ નશીલો પદાર્થ સુંઘાડીને તેનાં રૂપિયા, કપડાં અને મોબાઇલ વગેરે લૂંટી લીધાં હતાં.

You might also like