OMG! સ્વાઝિલેન્ડમાં લગ્ન પૂર્વે પ્રેગ્નન્ટ થતી છોકરીના પરિવારને એક ગાયનો દંડ

સ્ટોકહોમ: સાઉથ આફ્રિકન દેશ સ્વાઝિલેન્ડના રાજા મસ્વાતી તૃતીયએ તેમના દેશનું નામ બદલીને ‘ધ કિંગડમ ઓફ ઈસ્વાતિ’ની રાખવાની જાહેરાત કરી દીધી છે. દેશની આઝાદીના ૫૦ વર્ષ પૂરા થતા યોજાયેલા પ્રોગ્રામમાં આ જાહેરાત કરવામાં આવી. દેશને નવું નામ આપવાના પ્રસંગે અમે સ્વાલેન્ડમાં થતી ‘ઉમ્હલાંગા સેરેમની’ વિશે જણાવી રહ્યા છીએ.

આ દેશમાં લગ્ન પહેલાં પ્રેગ્નેન્ટ થતી છોકરીઓના પરિવારો પર એક ગાય આપવાનો દંડ પણ લગાવાય છે. ફેસ્ટિવલમાં યુવાનોને એચઆઈવી અને ઓછી ઉંમરમાં પ્રેગ્નન્સી જેવા સામાજિક મુદ્દા પર વાત કરવાની તક મળે છે. ફેસ્ટિવલમાં મહિલાઓ પોતાના માટે પરંપરાગત કપડાં, હાર, કકૂનની ઝાંઝર અને સ્કર્ટ તૈયાર કરે છે.

આ સિવાય છોકરીઓ રોયલ પરિવાર સામે પરેડ કરે છે. સાથે જ રીડ ડાન્સ(પરંપરાગત નૃત્ય) અને ગાવાનું પણ હોય છે. લાલ પાંખોનાં ક્રાઉન પહેરેલી કિંગની પુત્રીઓ અને રોયલ પ્રિન્સેસ આ રીડ ડાન્સમાં ભાગ લે છે.

આઠ દિવસનો આ ફેસ્ટિવલ લુદજિજિની શાહી ગામમાં થાય છે. અહીંયા છોકરીઓને લગ્ન કરવા માટે તૈયાર કરવામાં આવે છે. જ્યારે, લગ્ન પહેલાં પ્રેગ્નેન્ટ થતી છોકરીઓના પરિવાર પર દંડ ફટકારવામાં આવે છે. અહેવાલો પ્રમાણે, અહીના પરંપરાગત રીડ ડાન્સ કરતી યુવતીઓમાંથી રાજા તેના માટે નવી રાણી પસંદ કરે છે.

સ્વાઝિલેન્ડમાં દર વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં મહારાણીની માતાના શાહી ગામ લુદજિજિનીમાં આ ફેસ્ટિવલનું આયોજન કરાય છે. જેમાં ૧૦ હજારથી વધારે અનમેરિડ છોકરીઓ અને બાળકીઓ સામેલ થાય છે. અહીંયા રાજાની સામે થતા ડાન્સ અને પરેડમાં માત્ર અનમેરિડ યુવતીઓ જ સામેલ થાય છે.નેશનલ જિયોગ્રાફિકના અહેવાલ પ્રમાણે, અહીંયા આવેલી વર્જિન છોકરીઓમાંથી રાજા તેના માટે નવી રાણી પસંદ કરે છે.

You might also like