OMG! અહીં માત્ર 1 ટકા નર કાચબા , આ પ્રજાતિ પર છે ખતરો…

નોર્દન ગ્રેટ બેરિયર રીફમાં મોટી સંખ્યામાં ફીમેલ લીલા કાચબા ફરતા જોવા મળી રહ્યાં છે.પરંતુ આ ખરેખરમાં મોટી સમસ્યા માનવામાં આવી રહી છે. અહીં માત્ર માદા કાચબાની પ્રજાતિ માટે ખતરો ઉભો થયો છે. નોર્દન ગ્રેટ બેરિયર રીફ ઓસ્ટ્રેલિયાનું એક ઘણો સુંદર સમુદ્રી વિસ્તાર છે.

અહીં દુનિયાની સૌથી મોટી કાચબાની કોલોની છે અહીં આ દૂર્લભ જાતિના અંદાજે 2 લાખ કાચબા જોવા મળે છે. પરંતુ સમસ્યા એ નથી કે તેમા નર કાચબા નથી, પરંતુ ટાપુ પર રહેતા 99 ટકાથી વધારે ફીમેલ કાચબા છે જેના કારણ તરીકે ગ્લોબલ વોર્મિંગને માનવામાં આવી રહ્યું છે. ગ્રીન સી ટર્ટલ પ્રજાતિને વિલુપ્ત થઇ જાય તેવું માનવામાં આવી રહ્યું છે.

નોર્દન ટાપુ પર 1990ના દશક બાદથી ફેરફાર જોવા મળી રહ્યો છે. એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ચેતાવણીજનક સ્થિતિ ગ્લોબલ વોર્મિંગના કારણે ઉભી થઇ છે. તાપમાનમાં વધારાને કારણે ફીમેલ કાચબાની સંખ્યામાં થતો વધારો એક ઘણી સારી ખબર છે પરંતુ ફીમેલ કાચબા જ વધે તો એક વિનાશવાળી પરિસ્થિત થઇ શકે છે.

You might also like