UPના બારાબંકીમાં લઠ્ઠાકાંડ સર્જાયો, ઝેરી દારૂ પીવાથી 11ના મોત

ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટના સર્જાઈ હતી. બારાબંકીના દેવા કોતવાલી વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 11 લોકોના મોત થયા છે. કેટલાક લોકોની હાલત તો ગંભીર છે. એવું જાણવા મળી રહ્યું છે કે આ લોકો કોઈ શખ્સના ઘરે પ્રસંગના કારણે ભેગા થયા હતા, જ્યાં દારૂ પીવામાં આવ્યો હતો.

જો કે આ ઘટના બાદ પોલીસ અને આબકારી વિભાગ તપાસમાં જોડાયું છે. મળતી માહિતી મુજબ બારાબંકી જિલ્લાના ઢિંઢોરા ગામમાં મોડી રાત્રે અનેક લોકોએ એક ઠેકા પરથી દારૂ પીધો હતો. ત્યાર બાદ તમામની તબિયત લથડી હતી.

લોકોની હાલત ગંભીર થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, તો કેટલાકને લખનઉમાં રેફર કરવામાં આવ્યા છે. જો કે સ્થાનિક લોકો ઝેરી દવા પીવાથી મોત થયા હોવાનું જણાવી રહ્યા છે.

જો કે જિલ્લા તંત્રના જણાવ્યા પ્રમાણે ઝેરી દારૂ પીવાથી 3ના જ મોત થયા છે અને અન્ય લોકોનું ઠંડીના કારણે મોત થયું છે. જો કે તમામ મૃતકોના મૃતદેહને
પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જો કે મોતનું સાચુ કારણ જાણ્યા પછી જ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.

You might also like