શ્રીલંકામાં નથી રોકાઇ રહી સાંપ્રદાયિક હિંસા, 81 લોકોની થઇ ધરપકડ

કોલંબોઃ શ્રીંલકામાં ધાર્મિક હિંસા રોકાવાનું નામ નથી લઇ રહી. ગુરૂવારે કૈંડી જિલ્લાનાં મુસ્લિમ વિસ્તારમાં હિંસા થઇ તેવાં સમાચાર મળ્યાં હતાં. સિંહલી બૌધ્ધો અને મુસલમાનોની વચ્ચે થયેલી હિંસામાં શ્રીંલકાનાં રાષ્ટ્રપતિ મૈત્રિપાલ સિરીસેનએ પ્રધાનમંત્રી રૉનિલ વિક્રમસિંઘ પાસેથી કાયદા અને વ્યવસ્થા પાછી લઇ લેવામાં આવી.

શ્રીલંકામાં હિંસાનાં પગલે ઇમરજન્સી લાગૂ કરાઇ અને કૈંડીમાં ભારે માત્રામાં સેના મૂકવા છતાં પણ હિંસા રોકાતી નથી. રિપોર્ટ પ્રમાણે એક મસ્જિદ પર પેટ્રોલ બોંબ દ્વારા હુમલો થયો હતો. પોલિસ ઓફિસર રૂવાન ગુનાશેખરાએ જણાવ્યું કે હિંસામાં મુખ્ય આરોપી સહિત 81 લોકોની ધરપકડ કરવામાં આવી. બધાંની ઉપર સાંપ્રદાયિક હિંસા ભડકાવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો.

કૈંડીમાં ગુરૂવારે કરફ્યુમાં અમુક કલાકો માટે છૂટછાટ અપાઇ. સોમવારથી મુસ્લિમ વિરોધી હિંસામાં ઘરોમાં, દુકાનો અને મસ્જિદોમાં ભારે માત્રામાં નુકશાન થયું હતું. આહિંસામાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં. કૈંડીમાં મુસલમાનોની સાથેનાં ઝઘડામાં એક બૌધ્ધ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તેનાં પછી રવિવારથી ફરી વાર હિંસા શરૂ થઇ.

મંગળવારનાં રોજ રાષ્ટ્રપતિએ આપાતકાલીન લાગુ કરી અને ફેસબુક અને વોટ્સએપ સહિત ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી. શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ સિરીસેનને ગુરુવારે વિક્રમસિંઘેની જગ્યાએ રજિદ મદુમા બંડરાને નવા કાયદા અને વ્યવસ્થા મંત્રી બનાવ્યાં. 11 દિવસ પહેલાં વિક્રમસિંઘ કાયદા અને વ્યવસ્થા મંત્રી બન્યાં.

You might also like