સલાઉદ્દીનના પુત્રની ધરપકડનો બદલો: કાશ્મીરમાં આઠ પોલીસકર્મીના પરિવારજનોનું અપહરણ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ કાયરતાની તમામ હદો વટાવીને આઠ પોલીસકર્મીઓના પરિવારજનોનું અપહરણ કરતાં ખળભળાટ મચી ગયો છે.

સુરક્ષા એજન્સીઓના સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ સૈયદ સલાઉદ્દીનના પુત્ર સૈયદ શકિલ અહમદની ધરપકડનો બદલો લેવા માટે જમ્મુ-પોલીસના કર્મચારીઓનાં સ્વજનોનું અપહરણ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરી રહી છે.

આતંકીઓએ કાશ્મીરના શોપિયા, કુલગામ, અનંતનાગ અને અવંતિપોરા ખાતે ત્રાટકીને આ લોકોને તેમના ઘરેથી જ ઉઠાવી ગયા હતા. અત્યાર સુધી આતંકીઓ સુરક્ષા દળોના જવાનોનાં અપહરણ કરીને તેમની હત્યા કરતા હતા અને પોલીસ કર્મચારીઓ પર પણ હુમલા કરતા હતા, પરંતુ પોલીસકર્મીઓના પરિવારને નિશાન બનાવ્યાની આ કદાચ પ્રથમ ચોંકાવનારી ઘટના છે. એક સાથે એક જ દિવસે આઠ પોલીસકર્મીઓનાં સ્વજનોનાં અપહરણ થવાથી તમામ સરકારી એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે અને એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે.

પોલીસે આ અંગે હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન જારી કર્યું નથી. અધિકારીઓ હાલ ફક્ત એટલું જણાવી રહ્યા છે કે તેઓ આ ઘટનાની તમામ વિગતો મેળવી રહ્યા છે અને હાલના તબક્કે કંઈ કહેવું યોગ્ય નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જમ્મુ-કાશ્મીર પોલીસમાં ફરજ બજાવતા જવાનોના પરિવારજનોને શોપિયા, કુલગામ, અનંતનાગ અને અવંતિપોરા ખાતેના તેમના નિવાસસ્થાનેથી ઉઠાવી જવામાં આવ્યા હતા. અપહરણ કરાયેલા આ લોકોમાં એક ડીસીપીનો ભાઈ પણ સામેલ હોવાનું એજન્સીઓએ જણાવ્યું છે.

પોલીસ અને સુરક્ષા દળોએ તમામ એજન્સીઓની મદદ લઈને સમગ્ર કાશ્મીરમાં એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દેશની ગુપ્તચર એજન્સીઓ પણ તેમના ઈનપુટ્સ આપી રહી છે.

અપહરણ કરાયેલા લોકોમાં પોલીસકર્મી મોહમ્મદ મકબુલ ભટ્ટના પુત્ર જુબૈર અહમદ ભટ્ટ, એસએચઓ નાજિર અહમદના ભાઈ આરિફ અહમદ, પોલીસકર્મી બશીર અહમદના પિત્ર ફૈઝાન અહમદ, અબ્દુલ સલામના પુત્ર સુમૈર અહમદ અને ડીસીપી એજાઝના ભાઈ ગોહર અહમદનો સમાવેશ થાય છે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ ટેરર ફંડિંગ કેસમાં ગઈ કાલે હિઝબુલના ચીફ આતંકી સૈયદ સલાઉદ્દીનના પુત્ર સૈયદ શકિલ અહમદની શ્રીનગરના રામબાગ સ્થિત તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. તેના ઘરેથી ઘણાં વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા.

એનઆઈએએ સલાઉદ્દીનના મોટા પુત્ર સૈયદ શાહિદને ટેરર ફંડિંગ અને મની લોન્ડ્રિંગ કેસમાં ગત વર્ષે પકડ્યો હતો. શકીલ અહમદ શ્રીનગરની એસ.કે. ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાઈન્સીસમાં લેબોરેટરી ટેક્નિશિયન તરીકે કામ કરતો હતો.

ટેરર ફંડિંગ કેસમાં એનઆઈએ અત્યાર સુધીમાં છ લોકો સામે બે ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. તેમાં હુર્રિયત કોન્ફરન્સના પ્રમુખ સૈયદ અલી શાહ ગિલાનીના નજીકના ગણાતા જી.એમ. ભટ, મોહમ્મદ સિદ્દીક ગની, ગુલામ જિલાની અને ફારુક અહમદ સામેલ છે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 hours ago