Categories: World

USના મેનહેટનમાં આતંકી હુમલો, 8ના મોત, ‘અલ્લા હુ અકબર’ ના નારા લગાવતો હતો આતંકી

અમેરિકામાં ન્યૂયોર્કના મેનહટનમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર મેમોરિયલની નજીક એક ભયાનક આતંકી હુમલો થયો છે. એક ટ્રકસવારે અલ્લા હો અકબરના નારા સાથે પગે ચાલતા અને સાઇકલ ઝોનમાં જઇ રહેલા લોકો પર ટ્રક ફેરવીને કચડી નાખતાં ઓછામાં ઓછા આઠનાં મોત થયાં છે અને ૧પથી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં પાંચ લોકો આર્જેન્ટિનાના છે.

અહેવાલો અનુસાર લોઅર મેનહટનમાંં ટ્રક ડ્રાઇવરે પગે ચાલતા અને સાઇકલસવાર લોકોને ઇરાદાપૂર્વક ટક્કર મારવાનું શરૂ કર્યું હતું. ન્યૂયોર્ક પોલીસે અા હુમલાખોરને ઝડપી લીધો છે અને તેની પાસેથી બે નકલી બંદૂકો પણ જપ્ત કરવામાં આવી છે. હુમલાખોરની ઓળખ ઉઝબેકિસ્તાનના ર૯ વર્ષના સેફુલો હબીબુલ્લાએવીક સેપોવ તરીકે થઇ છે. ન્યૂયોર્કના મેયરે આ હુમલો આતંકી હુમલો હોવાનું જણાવ્યું હતું.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને કાયરતાપૂર્ણ ગણાવી હતી. આ આતંકી હુમલાને વખોડી કાઢતાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે હવે બહુ થયું. અમે ખોફનાક આતંકી સંગઠન આઇએસઆઇએસને દેશમાં ઘૂસવા દઇશું નહીં. ન્યૂયોર્કના મેનહટનમાં સ્થાનિક સમય પ્રમાણે બપોરે ૩.૦પ કલાકે એક ટ્રકસવારે સાઇકલ અને વોક-વે પર લોકોને કચડવાનું શરૂ કર્યું હતું. ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરની નજીક

અા હુમલા બાદ ટ્રકે એક સ્કૂલ બસને પણ અડફેટે લીધી હતી. ટ્રકમાંથી ઊતરતાં જ પોલીસે હુમલાખોરના પેટમાં ગોળી મારી હતી અને પછી તેની અટકાયત કરી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી અપાયો હતો. હુમલાખોર હવે ભયમુક્ત હોવાનું જણાવાયું છે. પોલીસ તપાસમાં આ ટ્રકમાંથી એક ચિઠ્ઠી મળી છે. આ ચિઠ્ઠીમાં એવું લખાણ છે કે આ હુમલો ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ ધ લેવન્ટ (આઇએસઆઇએસનું નવું જૂથ-આઇએસઆઇએલ) દ્વારા કરવામાં આવ્યો છે. હુમલાખોર પાસેથી ફલોરિડાનું ડ્રાઇવિંગ લાઇસન્સ મળ્યું છે. હાલ તે ન્યૂજર્સીમાં રહે છે.

ન્યૂયોર્ક પોલીસ અનુુસાર ર૦૧૦માં તે ઉઝબેકિસ્તાનથી અમેરિકા આવ્ય્ો હતો. ટ્રકે જેને અડફેટમાં લીધી હતી તે સ્કૂલ બસમાં ત્રણ બાળકો સવાર હતાં. વ્હાઈટ હાઉસના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ હુમલાની જાણકારી આપવામાં આવી હતી.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાની ટીકા કરતાં ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ન્યૂયોર્કમાં એક બીમાર માનસિકતા ધરાવતા શખ્સે હુમલો કર્યો છે.

સુરક્ષા એજન્સીઓ તેના પર નજર રાખી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મિડલ ઇસ્ટમાં હરાવ્યા બાદ હવે અમે આઇએસઆઇએસને ફરી માથું ઊંચકવા દઇશું નહીં કે તેમને અમેરિકામાં પણ ઘૂસવા દઇશું નહીં. ડોનાલ્ડ ટ્રમ્પે હુુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં જણાવ્યુું હતું કે ઇશ્વર અને
આપણો દેશ તમારી સાથે છે.

PMમોદીએ નિંદા કરી
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કના આતંકી હુમલાની ટીકા કરતાં ટ્વિટ કર્યું હતું કે, ‘તેમની લાગણી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો સાથે છે. ઘાયલ લોકો ઝડપથી સાજા થાય.’ જો કે આ હુમલામાં કોઈ ભારતીય ઘાયલ થયો હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા નથી.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

3 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

3 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

3 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

3 hours ago