OMG! આ શખ્સ કાર પાર્ક કરીને ભૂલી ગયો, 20 વર્ષ બાદ આખરે ડબ્બા હાલતમાં મળી!

શું તમારી સાથે ક્યારેય એવું થયું છે કે, તમે પોતાની કાર પાર્ક કરીને ભૂલી ગયા હોવ. જર્મનીમાં એક શખ્સ સાથે આવી ઘટના બની છે. ફ્રેંકફર્ટમાં રહેતો એક શખ્સ પોતાની કાર પાર્ક કરીને તેનું લોકેશન ભૂલી ગયો હતો.

જો કે આ શખ્સને પોતાની કાર 20 વર્ષ બાદ પાછી મળી છે. આ ઘટના 1997ની છે. ફ્રેંકફર્ટમાં રહેતા એક શખ્સે પોતાની કાર એક ઈન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગની સામે કાર પાર્ક કરી હતી અને પછી આ શખ્સ ભૂલી ગયો હતો.

આ શખ્સે પોતાની કાર ઘણી શોધી, પરંતુ તેને મળી નહીં. આખરે તેણે પોલીસમાં ફરિયાદ કરી. જો કે ફરિયાદ બાદ પણ કાર પાછી નહીં મળતા આ શખ્સ આખરે પોતાની કારને ભૂલી જ ગયો. આખરે, 20 વર્ષ બાદ તેને પોતાની કાર પાછી મળી.

ઘટના એવી છે કે આ શખ્સની કાર 20 વર્ષથી એક જ જગ્યાએ છે, જ્યાં તેણે છેલ્લે પાર્ક કરી હતી. ગાડીનો કલર ઉડી ગયો છે અને બધા પાર્ટ્સને પણ કાટ લાગી ગયો છે. હવે આ કારને નષ્ટ કરવાની હતી, ત્યારે સ્થાનિક લોકોએ કારના માલિક વિશે તપાસ શરૂ કરી અને ત્યારે આ શખ્સ સુધી લોકો પહોંચી શક્યા.

હવે આ શખ્સની ઉંમર 76 વર્ષની થઈ ગઈ છે. પોતાની કાર પાછી મેળવીને આ શખ્સ ખૂબ ખુશ થઈ ગયો હતો. જો કે કાર સંપૂર્ણપણે બેકાર થઈ ગઈ છે અને હવે કોઈ કામની રહી નથી. આ શખ્સે પણ આ કારને કબાડીમાં આપી દીધી હતી.

You might also like