Categories: Gujarat

૭૦ ટકા ATM રિકેલિબ્રેટ કરાયાં પણ કેશનાં ફાંફાં

અમદાવાદ: સરકારે રૂ‌.પ૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ બંધ કરતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના ૭૦ ટકાથી વધુ એટીએમમાં રિકેલિબ્રેશનનું કામકાજ પૂરું થઇ ગયું હોવા છતાં આરબીઆઇ દ્વારા ચલણી નોટોના અપૂરતા સપ્લાયના કારણે શહેરના મોટાભાગના એટીએમ ઠપ જેવી હાલતમાં જોવા મળી રહ્યા છે.

બેન્કિંગ સેકટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાછલા બે ત્રણ દિવસથી ચલણી નોટનો પૂરતો પુરવઠો છે તથા બેન્કને પૂરતી નોટોનો સપ્લાય કરવામાં આવશે તેવા વાયદા કરી રહ્યું છે પરંતુ વાસ્તવિક સ્થિતિ તદ્દન અલગ જોવા મળી રહી છે. બેન્કને નાણાંનો અપૂરતો પુરવઠો આપવાની સાથે સાથે એટીએમમાં પણ નાણાં જરૂરિયાત કરતાં ઓછા ભરવામાં આવી રહ્યા છે અને તેના કારણે રિકેલિબ્રેટ થયેલાં એટીએમમાં પણ નોટો ઝડપથી ખાલી થઇ જાય છે. જેના કારણે હાલ શહેરમાં મોટા ભાગના એટીએમમાં બંધ જેવી હાલતમાં જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં ૧૧પપ એટીએમ છે જેમાંથી ૮પર કરતાં વધુ એટીએમ બંધ જેવી હાલતમાં જોવા મળી રહ્યાં છે. આ અંગે મહાગુજરાત બેન્ક એપ્લોઇઝ એસોસિયેશનના જનરલ સેક્રેટરી જનક રાવલના જણાવ્યા પ્રમાણે આરબીઆઇ પાછલા બે-ત્રણ દિવસથી ચલણી નોટો એટીએમમાં અને બેન્કમાં પૂરતા પ્રમાણમાં સપ્લાય વધારવામાં આવશે તેવો વાયદો કરે છે પરંતુ હાલ ચલણી નોટની અછતની પરિસ્થિતિના કારણે સપ્લાય ખૂબ જ ઓછો છે. એટલુંુ જ નહીં એટીએમમાં ભરવામાં આવેલાં નાણાં ખૂબ જ ઝડપથી ખાલી થઇ જાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે આરબીઆઇ દ્વારા આ ચલણી નોટોનો સપ્લાય કયારે વધારવામાં આવશે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે. જેના કારણે હાલ એકબે દિવસમાં આ પરિસ્થિતિમાં રાહત જોવા મળે તેવી શકયતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે.
visit : www.sambhaavnews.com

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago